ભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.

Views: 74
0 0

Read Time:3 Minute, 57 Second

ભૂમાફિયાઓ સાવધાનઃ કડક કાયદો આવશે : ૧૪ વર્ષની જેલ
ગુજરાત સરકાર અન્ટી લેન્ડ ગ્રેબિંગ કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે : વધુ આકરી સજા અને દંડની જોગવાઇઃ સરકાર ચોમાસુ સત્રમાં લાવશે બિલ : ગુનેગારને જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશેઃ જમીનના કેસ ચલાવવા ખાસ કોર્ટ : સરકાર સ્પે. પબ્લીક પ્રેપ્સીકયુટરની પણ નિમણુક કરશે

નવી દિલ્હી,તા. ૧૯: ગુજરાતમાં એ જમીન પચાવી પાડવાના ખેલ કરનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી. રાજ્ય સરકાર એક નવો કાયદો લાવી રહી છે. જેમાં આકરો દંડ અને કડક સજાની પણ જોગવાઇ છે. સરકાર જે કાયદો લાવી રહી છે જે હેઠળ દોષિતને ૧૪ વર્ષ સુધીની સજા થઇ શકે છે.

રાજયમાં ધાકધમકી અને જોરજબરજસ્તીથી જમીન પડાવી લેવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ભુમાફિયાઓ પર નકેલ કસવા માટે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સુધારો કરીને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવા તૈયારી કરી રહી છે. રાજય સરકારના રેવન્યુ વિભાગ દ્વારા આ માટે ‘ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહિબિશન) બિલ ૨૦૨૦’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. જેને વિધાનસભાના આગામી મહિને મળનાર ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ પ્રસ્તાવિત બિલમાં ગુનો સાબિત થયો હોય તેવા કેસમાં ભુમાફિયાઓને વધુમાં વધુ ૧૪ વર્ષની જેલની સજા અને ઓછામાં ઓછી ૧૦ વર્ષ સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ અંગે જાણકારી ધરાવતા ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે નવા પ્રસ્તાવિત કાયદા મુજબ જે ગુનેગાર સાબિત થશે તેમણે જે તે જમીનની જંત્રી જેટલો દંડ પણ ભરવો પડશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના એક અહેવાલમાં જણાવ્યું છે.

તેમજ જો આ ગુનો આચરનાર કોઈ કંપની હશે તો જયારે ગુનો આચરવામાં આવ્યો તે સમયે કંપનીમાં ભાગ ધરાવતા હોય તેવા દરેક વ્યકિત ગુનેગાર ગણાશે અને તેમની વિરુદ્ઘ કાયદેસર પગલા લેવામાં આવશે. સૂત્રોએ કહ્યું કે આ કાયદાનું બિલ ગત બજેટ સેશનમાં જ રજૂ થનાર હતું પરંતુ કોવિડ-૧૯ના પરિસ્થિતિને જોતા તે સમયે આ બિલ રજૂ કરવામાં આવ્યું નહોતું.

રેવન્યુ વિભાગના ટોચના સૂત્રોએ કહ્યું કે આ પ્રસ્તાવિત કાયદો વધતા જતા જમીન પડાવી લેવાના ગુનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. પછી તે વ્યકિતગત ગુનો હોય કે કંપની બનાવીને જમીન પડાવી લેવાનો ગુનો આચર્યો હોય, આ જમીન ધાકધમકી, જોરજબરજસ્તી, ગેરકાયદેસર રીતે પડાવી હોય, જમીન સરકારી હોય, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની હોય, ટ્રસ્ટની હોય કે પછી વ્યકિતગત માલિકીની તમામ બાબતોને આ નવા કાયદામાં આવરી લેવામાં આવી છે.

જમીન પડાવી લેતા આ ભુમાફિયાઓ ખોટા દાવાઓ કરી છેતરપિંડીકરે છે. અનૈતિક જમીન દલાલો સાથે મળીને ખોટી રીતે જમીનના સોદા કરે છે અને લોકો સાથે છેતરપિંડી કરીને રુપિયા પડાવી લે છે. આવી અનૈતિક અને ગેરકાયદે પ્રવૃત્ત્િ। કાયમ માટે બંધ થવી જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી પાટીલની રેલી તેમજ રોડ-શો સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે.રાજકોટ

Fri Aug 21 , 2020
Spread the love             Nari prahar news રાજકોટઃ ભાજપનાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ પાટીલ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેમજ તેમની આ યાત્રા દરમિયાન ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનાં નિયમનો ભંગ કરાયો હોવાનું જગજાહેર છે. એટલું જ નહીં ગણપતિ સહિતનાં ધાર્મિક ઉત્સવો ઉજવવાની મનાઈ વચ્ચે ગતરાત્રે પાટીલનાં સ્વાગતમાં ભવ્ય સ્કૂટર રેલી પણ […]

You May Like

Breaking News

error: Content is protected !!