સિનિયર સિટીઝન ફોરમ,બાકરોલ ગામ અને સોસાયટી વિસ્તારની સામાન્ય સભા અને સંગીત સંધ્યાનું આયોજન શિવગંગા બંગલો ખાતે કરવામાં આવ્યું હતું. ફોરમના પ્રમુખશ્રી ધીરુભાઈ સી. પટેલના અધ્યક્ષપદે યોજાયેલ આ સભામાં ફોરમના વડીલ સ્વ.શ્રીપરષોત્તમભાઈ એસ.પટેલ અને તેમના બહેન બેલાબેનના જન્મદિન નિમિત્તે મનોરંજન માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વોઇસ ઓફ મુકેશથી જાણીતા જી.એન.ભાવસાર મ્યુઝિકલ ગ્રુપના સહકલાકારો કલ્પના પટેલ,કુંતેશ પટેલ અને પલક ભટ્ટે નયે પુરાને નગમે રજૂ કરી સભ્યોને આનંદવિભોર કરી મનોરંજન પૂરું પાડ્યું હતું. પ્રમુખશ્રી ધીરુભાઈ સી.પટેલ,ઉપપ્રમુખશ્રી વસંતભાઈ ડી.પટેલ અને મંત્રીશ્રી મહેશભાઈ પંડ્યા દ્વારા કલાકારોનું શાલ અને કલગીથી સન્માન કરી રોકડ રકમથી પુરસ્કૃત કર્યા હતા. ભોજનદાતા સ્વ.પરસોત્તમભાઈ એસ.પટેલ પરિવારના અને તેમના બહેન બેલાબેને ભોજન દાતા તરીકેની વ્યવસ્થા કરેલ હોય તેમનું સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કારોબારીના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા કરેલા પ્રયત્નો પ્રશંસનીય રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશચંદ્ર આચાર્યએ કર્યું હતું.
સિનિયર સિટીઝન ફોરમ,બાકરોલ (ગામ અને સોસાયટી વિસ્તાર) સામાન્ય સભા અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
Views: 44
Read Time:1 Minute, 44 Second