છેલ્લા કેટલા દિવસથી ઉનાળાની ગરમી ના કારણે ડી હાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસ નું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિક ના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. ભર બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક ના તેમજ બીટીઇટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લવ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા આવનાર બીજા બે થી ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર જ્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનો સતત ધોમધખતા તાપમાં ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓને ગરમીથી રાહત મળે એવા શુભ આશય થી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ, પ્રભારી આશિતભાઈ તોલાટ સંસ્થાના VYOના પ્રમુખ રોનક ભરતભાઈ શાહ, સેક્રેટરી ચૈતન્ય શાહે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેમ જ ઉઠાવી હતી.
ભરૂચ જિલ્લાની નામાંકિત સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને છાશ નું વિતરણ કરાયું
Views: 26
Read Time:1 Minute, 54 Second