
કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2023-24 અંતર્ગત નગર શિક્ષણ સમિતિ સંચાલિત ભરૂચની છીપવાડ- 14.27.40 કતોપોર – 18 શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ માનનીય મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના ઉપસચિવ માનનીય રુજીતાબહેન કે. ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને એમના અધ્યક્ષ સ્થાને સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો… જેમાં આંગણવાડી બાલવાટિકા અને ધોરણ -1 ના બાળકોને પ્રવેશ અપાયો હતો. જેમાં નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તથા સભ્યોએ પણ હાજરી આપી હતી..! તથા વોર્ડના કાઉન્સિલરો એ પણ હાજરી આપી હતી ..સીઆરસી કો-ઓર્ડીનેટર સાજીદભાઈ ધન્યારીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને માનનીય મેડમના લાઇઝનીંગ તરીકેની ફરજ નિભાવી હતી.. બધી જ શાળાના આચાર્યશ્રીઓ ખૂબ સરસ મજાનું આયોજન કર્યું હતું.. અને અંતે માનનીય મેડમ શ્રી એ તમામ શાળા પરિવારને પોતાના આશીર્વાદ રૂપ વચન આપ્યા હતા…