જિલ્લામાં બનતી ચોરીની ઘટનાઓ અટકાવવા તેમજ વણ શોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા ઉપલી અધિકારીઓએ આપેલ સૂચના આધારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ભરૂચ જિલ્લાની ઘરફોડ ચોરીના થયેલ ગુનાઓમાં ગુનાવલી જગ્યા ની વિઝીટ કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો ઝીણવટ ભરી રીતે અભ્યાસ કરી આસપાસના તથા રૂટ પરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેલનસ અને હુમન ઇન્ટેલિજન થી ગુનાઓ શોધી કાઢવા સધન પ્રયત્નો હાથ ધર્યા હતા. જે દરમિયાન ગતરોજ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે તોલાણીનાઓની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશરે 10 દિવસ પહેલાં કાગદીવાડ ગોયા બજારમાં થયેલ ધરફોડ ચોરીના ગુનામાં લાખન ઉર્ફે લંબુ લાખન સીકલીગર રહેવાસી હનુમાન ટેકરી સોમા તળાવ પાસે વડોદરા શહેરનાઓ સામેલ છે જે હાલમાં પોતાના ઘરે હાજર છે જે મળેલ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ વડોદરા પહોંચી તપાસ કરતા ઉપરોક્ત બાતમી વર્ણન વાળો ઈસમ દેખાતા તેને પકડી લઈ ચોરી બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી પકડાયેલા આરોપીને યુક્તિ પ્રયુકત્તિથી ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબુલાત કરેલ કે આજથી 10 એક દિવસ અગાઉ હું તથા તેજેન્દ્રસિંહ રોહિતસિંહ રગ્બીરસિંહ સરદાર રહેવાસી વડોદરા તથા સતવનસિઞ ઉર્ફ સંતુ ઞુરદાનસિઞ ટાંક રહે .ભરૂચ તથા અમરસિંઞ ધ્યાન સિંગ સીકલીઞર રહેવાસી વડોદરા ના ઓ સાથે મારી બાઇક નંબર GJ 6 QK 9497 તથા સત્તુની બાઇક લઈને અંકલેશ્વર તરફ ગયેલ અને સત્તુએ અગાઉ નક્કી કરેલ ઘરમાં ચોરી કરેલ તેમજ આ સિવાય આવી જ રીતે અમોએ ચાર જણાએ ભેગા મળી અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં પાંચેક વખત ધરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ જેથી ધરફોડ ચોરી કરનાર એક આરોપી નામે લાખન ઉર્ફે લંબુ લાખન શેરસીંગ સીકલીગર ની અટકાયત કરી તેજેન્દ્રસિંહ ઉર્ફે રોહિતસિંહ રગ્બીરસિંહ સરદાર સિંહ ટાંક તેમજ અમરસિંગ ધ્યાન સિંગ સીકલીઞર નાઓને વોન્ટેડ જાહેર કરી. વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી
અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં ધરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર સીકલીઞર ગેંગ નો પરદા ફાસ કરી કુલ 6 ધરફોડ ચોરીના ગુના નો ભેદ ઉકેલી કાઢતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ
Views: 23
Read Time:3 Minute, 15 Second