ભરુચ શહેરનાં યુવાનોને નશાની રવાડે ચઢાવે તે પહેલા જ ગાંજાનો વિપુલ જથ્થો SOGએ ઝડપી પાડ્યો

Views: 853
1 0

Read Time:2 Minute, 41 Second

ભરૂચ SOG પોલીસ સ્ટેશન પાછળથી 21 કિલો ગાંજો ઝડપાયો, બે ની ધરપકડ

કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવેલો ગેરકાયદેસર 20 કિલો 961 ગ્રામ ગાંજો કબ્જે કરાયો

પોલીસે ₹ 2.30 લાખના મુદ્દામાલ સાથે મહિલા સહિત બેને ધરપકડ કરી

ભરૂચ SOG પોલીસ સ્ટેશન પાછળથી જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ગાંજાનો 20.961 કિલો જથ્થા સાથે મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.ભરૂચ શહેરમાં યુવાનોને ઉડતા ભરુચ બનાવે તે પહેલા જ ભરુચ એસ.ઑ.જી.એ કસક નવી નગરીમાંથી ટ્રોલી બેગો અને બેગપેકમાં વેચાણના ઇરાદે લાવવામાં આવેલ 2 લાખના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે અને નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા માટે ભરુચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવી હતી.સૂચનાને આધારે ભરુચ એસ.ઑ.જીના પી.આઈ.એ.એ.ચૌધરી અને તેઓની ટીમ પેટ્રોલિંગમા હતી. દરમિયાન બાતમી મળી હતી કે, મહંમદપુરાના કરિશ્મા કોમ્પલેક્ષમાં રહેતો જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને ન્યુ કસક નવી નગરીમાં રહેતી શાહીસ્તા અબ્દુલ મુસા અરબ પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયા કમાવવાના ઇરાદે ગેરકાયદેસર નશાકારક માદક પદાર્થ ગાંજાનો જથ્થો લાવનાર છે.બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જ્ગ્યાએ દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ટ્રોલીબેગો અને બેગપેક બેગમાં સંતાડેલ 20 કિલો 961 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. SOG એ 2.09 લાખનો ગાંજો અને એક ફોન મળી કુલ 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને જહીર એહમદ બશીર અહેમદ બદરમીયા અને શાહીસ્તા અબ્દુલ મુસા અરબને ઝડપી પાડી હતી. જ્યારે ગાંજાનો જથ્થો આપનાર સુરતના ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
33 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

માતરિયા તળાવ નગરજનો માટે બનશે નવલું નજરાણું

Thu Aug 10 , 2023
Spread the love             … જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાએ માતરિયા તળાવ ખાતે ચાલી રહેલી કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી માર્ગદર્શક સૂચનો કર્યા માતરિયા તળાવ પરીસરની આજુબાજુ બની રહેલો વ્યુ પોઈન્ટ બનશે આકર્ષણનું કેન્દ્ર ભરૂચ- – માતરીયા તળાવ તથા બગીચો પર્યટન સ્થળ તરીકે તથા ભરૂચના શહેરીજનોના મનોરંજનની દ્રષ્ટીએ ખુબ જ આગવી ઓળખ ધરાવે […]

You May Like

Breaking News

error: Content is protected !!