દહેજમાંથી વર્ષ પહેલાં 5 લાખની પાઇપ ચોરી કરનારી ટોળકી અંસાર માર્કેટમાંથી ઝડપાઇ

દહેજ ખાતે જૂદી જૂદી કંપનીઓમાંથી નિકળતાં વેસ્ટ પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી હતી.ત્યારે ગત વર્ષે એમ્બીઓ કંપની પાસે આવેલી પમ્પિંગ સ્ટેશન પાસે 5 લાખની મત્તાના 564 મીટર પાઇપ કોઇ ભંગાર ચોર ટોળકી ચોરી કરી ગઇ હતી. જેના પગલે ગત વર્ષે 28મી જાન્યુઆરીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમને ટીપ મળી હતી કે, દહેજની પ્લાસ્ટિકની પાઇપ ચોરીમાં અંક્લેશ્વર અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતાં કેટલાંક શખ્સો તેમજ દલાલી કરતાં વેપારીની સંડોવણી છે. જેના આધારે ટીમે ચાર જણાને ઝડપી પાડ્યાં હતાં. જોકે, તે પૈકીનો એક કાયદાના સંઘર્ષમાં આવતો હોઇ અન્ય ત્રણ આરોપીઓ ઇમરાન અકબર સિદ્દીક મુન્શી, (રહે. કાપોદ્રા), અમન ઇકબાલ અબ્દુલ રઉફ સિદ્દીક (રહે. ભડકોદ્રા) તેમજ મહંમદ દાઉદખાન મહમંદ અમીનખાન (રેહ. ભડકોદ્રા) નાઓએ જણાવ્યું હતું કે, દહેજમાં પાઇપનું કામ ચાલુ હોઇ અંસાર માર્કેટના ભંગારની કમિશન પેટે દલાલી કરતાં લોકો સાથે મળી માલ લેવાનું નક્કી થતાં રોજ તેઓ ગાડી લઇને દહેજ જતાં હતાં. જ્યાં હેક્સો બ્લેડથી પાઇપ કાપી રાતોરાત અંક્લેશ્વર આવી તે વેચી દેતાં હતાં. જેમાં દયા ઉર્ફે શીવશંકર લક્ષ્મણ ચોરસિયા (રહે. અંદાડા) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ચાંચવેલની બંધ હોટલમાંથી સળિયા લઇ જતા બે ટ્રેલરને પોલીસે અટકાવ્યાં

Mon Apr 8 , 2024
વાગરા પોલીસે મુલેર ચોકડી પાસેથી એક ટ્રેલરને રોકી તલાશી લેતાં તેમાંથી ટીમને સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે ટીમે ટ્રેલરના ચાલકનું નામ નાનેશ્વર છગન પાટીલ (રહે. રેશમી વિહાર, નારોલ, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથેના ક્લિતરનું નામ વંશ ઉર્ફે રીક્કી જીવણકુમાર દેવરાજ (રહે. પઠાણકોટ, પંજાબ) હોવાનું માલુમ […]

You May Like

Breaking News