• બાંગ્લાદેશી અને અન્ય દેશો માથી ગુજરમાં ઘુષણખોરી
• ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરવા આદેશ પરે એવી માંગ
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બાંગ્લાદેશી લોકો ઘુષણખોરી કરી વસવાટ કરી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે જેમાં બાંગ્લાદેશ તેમજ અન્ય દેશો માથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુષણખોરી કરી વસવાટ કરે છે અને ગુજરાતમાં પોતાના ડોક્યુમેન્ટ (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે) પણ બનાવી નાખે છે શું આ ડોક્યુમેન્ટ કોઈ સરકારી બાબુની મીલીભગત થી બનતા હશે? કારણ કે ગુજરાતમાં વસવાટ કરતા આપણા ગુજરાતી સરકારી કચેરીમાં સામાન્ય કામ માટે પણ જાઈ છે તો તેના પાસે કેટલાક આધાર પુરાવા માંગવામાં આવે છે અને આ બાંગ્લાદેશી લોકો ઘુષણખોરી કરી આવે છે તેમના પણ ડોક્યુમેન્ટ બની જાઈ છે જો સરકાર આના ઉપર કડક બને તો ક્યાં ક્યાં સરકારી બાબુની મીલીભગત છે એ પણ બહાર આવે એમ છે કેટલાક બાંગ્લાદેશી લોકો ભાડેથી મકાન રાખી એમાં રહે છે અને મકાન માલિક કોઈ પણ જાતનું પોલીસ વેરિફિકેશન વિના તેમને મકાન આપી દે છે. હાલતો બાંગ્લાદેશી લોકો ગુજરાતમાં ઘુષણખોરી કરી વસવાટ કરવા હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે થોડા સમય અગાઉ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર માંથી ચકચારી મર્ડરનો ભેદ ઉકેલાયો હતો જેમાં 4 જેટલા લોકોની ધરપડક કરવામાં આવી હતી જે બાંગ્લાદેશી હોવાનું બહાર આવ્યું હતું ત્યાર બાદ ભરૂચ પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ ત્યાર બાદ હાલ સુધી કઈ પણ બહાર આવ્યું નથી.
હાલતો હજારો બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ કરે છે તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને તે લોકો મોટો શહેરો જેવાંકે અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત જેવા શહેરોમાં રેલવે સ્ટેશન ઉપર કેટલાક લોકો ભીખ માંગી પોતાનો ગુજરાન ચલાવે છે અને કેટલાક લોકો ડ્રગ, એમ.દી પાવડર, ગુજરાત માંથી બાળકો ચોરી બીજા રાજ્યોમાં વેચી દેવા જેવા મોટાં ગુનાંને અંજામ પણ આપતા હોવાની બૂમો ઉઠવા પામી છે ગુજરાત સરકાર આના ઉપર કડક કાર્યવાહી કરવા આદેશ આપે તો હજારોની સંખ્યામાં બાંગ્લાદેશી ઘુષણખોરી પર્દાફાશ થાઈ એમ છે અને કેટલાક સરકારી બાબુઓ પણ આમા સંકળાયેલા છે એ પણ બહાર આવે એમ છે.