વાલીયા તાલુકાના પઠાર ગામમાં સૂકું ધાસ ભરીને જતા ટ્રેકટરમાં ઈલેક્ટ્રીકનો વાયર ઘાસને અડી જતા આગ લાગી હતી. જોકે, ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રેકટરને દોડાવી હાઈવે પર લાવી હાઈડ્રોલિક ટ્રોલી ઊંચી કરી સળગતું ઘાસ રોડ પર ખાલી કરી દેતા મોટું નુકસાન અટક્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો છે.ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા પઠાર ગામમાં એક ટ્રેકટરમાં સૂકું ઘાસ ભરાઈ હતું. જે લઈને તેનો ચાલક ગામની બહાર નીકળી રહ્યો હતો. આ સમયે ઇલેક્ટ્રીકનો વાયર ઘાસને અડી જતા સ્પાર્ક થવાના કારણે સૂકા ઘાસમાં આચનક આગ લાગી હતી. જોકે સૂકા ઘાસના કારણે આગે વિકરાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ટ્રેકટરના ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ટ્રેકટરને ગામની બહાર દોડાવી જાહેર માર્ગ પર લઈને હાઇડ્રોલિક ટ્રોલી સળગતું ઘાસ રોડ પર ખાલી કરી દેતા મોટું નુકશાન અટક્યું હતું. જેનો વીડિયો વાયરલ થયો છે.
વાલીયાના પઠાર ગામમાં સૂકા ઘાસમાં આગ લાગતા ટ્રેકટર ચાલકે હાઇડ્રોલિક ટ્રોલીથી હાઈવે પર ઘાસ ઠાલવી દેતા મોટું નુકસાન અટક્યું
Views: 34
Read Time:1 Minute, 18 Second