જંબુસરના કાવલી ગામમાં ખુલ્લી જગ્યામાં પતરાના શેડ નીચે જુગાર રમતા આઠ જુગારીઓને LCB પોલીસે રેડ પાડી દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલી માહિતીના આધારે કાવલી ગામ ખાતે ખુલ્લી જગ્યામાં પતરાના શેડ નીચે જાહેરમાં જુગાર રમતાં રેઇડ કરતા જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી.આ તમામ જુગારીઓ પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા.જેમાં LCB ટીમે પત્તા-પાના વડે જુગાર રમી રહેલા ઈસ્માઈલ યાકુબ પટેલ, જાબીર ઉસ્તાદ, ફેસલ ઐયુબ વાડીના, મહંમદ યાકુબ ગના, આસિફ ઇકબાલ દીવાન,ફિરોજ અહમદ પઠાણ,નાસિર અલીખાન તેમજ યાસીન યાકુબ અંકુને ઝડપી પાડ્યા હતા.આ તમામ જુગારીઓની અંગ જડતીના રૂ.39,400 અને દાવ પર લગાવેલા રૂ.44,500 મળીને કુલ રૂ. 64 હજારનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાવલી ગામથી જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપ્યા
Views: 41
Read Time:1 Minute, 36 Second