અમદાવાદ : ખડુંભાઇ દેસાઇ હોલ અસારવા અમદાવાદ-16 ખાતે ઓલ ઇન્ડિયા પોસ્ટલ એસ.સી/એસ.ટી એમ્પ્લોઇઝ વેલફેર એસોસિએશન ગુજરાત સર્કલનું પોસ્ટલ અને આર એમ એસ નું 6ઠું અધિવેશન યોજાયું…

આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય પ્રમુખ અને સર્કલ સેક્રેટરી ગુજરાત
શ્રી ચિરાગ રાજવંશ ની ઉપસ્થીતી માં અને સેક્રેટરી જનરલ દિલ્હી CHQ શ્રી એમ કે આહીરવાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું.તેમાં પોસ્ટલ વિભાગમાં કામ કરતા દરેક કેડર ના કર્મચારીઓને થતા વહીવટી અન્યાય બાબતે…ચર્ચા થઈ અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવી અને અન્યાય દૂર થાય એવી કાર્યવાહી પદાધિકારીઓ એ કરવી એવું ઠરાવવામાં આવ્યુ. એસોસિયેશન ની છઠ્ઠી ગુજરાત સર્કલ કોન્ફરન્સ અને ડિવિઝન કોન્ફરન્સ આનંદમય રહી અને સર્કલ ડિવિઝન ની નવી કારોબારી સમિતિ બની જેમાં શ્રી ડી કે ચાવડા સર્કલ પ્રમુખ શ્રી બી પી વાઘેલા સર્કલ સેક્રેટરી શ્રી એચ એન અસારી સર્કલ ટ્રેજર અને ડિવિઝન માં શ્રી અજયભાઈ મકવાણા ડિવિઝન પ્રમુખ શ્રી બી પી પરમાર ડિવિઝન સેક્રેટરી શ્રી એમ એલ મકવાણા ડિવિઝન ટ્રેજર તરીકે વરણી થયેલ છે.આપ સર્વે નો દિલ થી ખૂબ ખૂબ આભાર અને આવો સાથ અને સહકાર મળતો રહે તેવી આશા સાથે બી. પી વાઘેલા ઓલ ઇન્ડિયા પોસ્ટલ એસી એસટી વેલ્ફર એસોસિયેશન ગુજરાત સર્કલ જય ભીમતથા યુનિયન ની પ્રગતિ માટે સદાય તત્પર રહેતા શ્રી આર એમ શ્રીમાળી અને અન્ય નામી આગેવાનો દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા અંતર્ગત હાજર રહેલા હતા

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જિલ્લામાં હાલ સુધી કેટલો વરસાદ વરસી ચૂક્યો છે...!

Tue Sep 28 , 2021
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઇકાલથી આજ સવાર સુધી કુલ 73 મી.મી. વરસાદ ખાબકયો હતો. જિલ્લાના ૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ રહેતા ધરતી પુત્રો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. […]

You May Like

Breaking News