0
0
Read Time:59 Second
પક્ષીઓનો કલરવ નિહાળવાનો નઝારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે.ત્યારે હજારો માઈલ દૂરથી ઊડીને આવતાં અવનવાં પક્ષીઓને નિહાળવાનો લ્હાવો ભરૂચના ઘરઆંગણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે. ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે. આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે – તે સ્થાન પર પહોંચતા હોય છે.