અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોત છલાંગ લગાવી હતી. સામાજિક કાર્યકર અને સ્થાનીક માછીમારો તેને બચાવવા જાય તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ બનાવબી જાણ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવી છે.ભરૂચના નર્મદા નદી ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ પરથી હમણાં સાંજના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ જોતા જ અહિંયાથી પસાર થતા લોકોએ દોડી આવ્યા હતા, પરંતુ નદીમાં પાણીનું વહેણ હોવાના કારણે તે તણાવા લાગી હતી. આ બનાવ અંગેની જાણ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને થતાં તેઓ સ્થળ પર પહોંચી ગામના માછીમારોનો સંપર્ક કરી મહિલાને બચાવવા માટે કોલ કરીને જાણ કરી હતી. તેઓએ પણ દોડી આવી મહિલાને બચાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ આ મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જોકે માછીમારોએ ભારે મહેનત બાદ પણ તેને શોધી નહિં શક્યા હતા. આ મમાલે ધર્મેષ સોલંકીએ ફાયર બ્રિગેડ અને અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.
નર્મદા મૈયા બ્રિજ પરથી મહિલાની મોતની છલાંગ:જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહેલી મહિલાને માછીમારો બચાવવા પહોંચ્યા પણ બચાવી ન શક્યા, મહિલાની શોધખોળ હાથ ધરાઈ
Views: 37
Read Time:1 Minute, 33 Second