પાલેજ તા.૩૦/૯. .
“એક તારીખ એક ઘંટા એક સાથ “સફાઈ અભિયાન અંતર્ગત શનિવારે બપોરે પાલેજ ગ્રામ પંચાયત અને PCBL લિમિટેડ કંપની નાં સંયુક્ત ઉપક્રમે પાલેજ પંચાયત થી માડી પાલેજ મુખ્ય બજાર/ ધનજીશા જીન તેમજ મુસાફિર ખાનાં રોડ સહિતનાં વિસ્તાર માં સફાઈ કામગીરી હાથ ધરી હતી.અહીં PCBL કંપની નાં ઉચ્ચ અધિકારીઓ ઓફિસ તેમજ પ્લાનનો સ્ટાફ તેમજ પંચાયત સરપંચ ઉપ સરપંચ સદસ્યો જોડાયા હતાં. દેશ હાલમાં કચરા મુક્ત ભારત થીમ પર ચાલી રહેલાં “સ્વચ્છતા હી સેવા”( એસ એચ એસ )૨૦૨૩ અભિયાન સાથે સ્વચ્છતા પખવાડિયા તહેવારની ઉજવણી નાં ભાગ રૂપે સામુહિક રીતે એકતા અને દૃઢતા નું કાર્ય હાથ ધર્યું હતું.પાલેજ જી આઈ ડી સી માં જાણીતી કંપની ફિલિપ્સ કાર્બન બ્લેક લી. નાં આઈ આર /એડમીન હેડ- એમ .પી.શીંગ તેમજ કંપની નાં પ્લાન હેડ/ અમિત માંજી/ જૈમ મરાઠા/અનિકેત ઘોસ/પાર્થ શાહ સહિત પાલેજ સરપંચ રમણ ભાઈ વસાવા/ઉપ સરપંચ શબ્બીર પઠાણ/પંચાયત સદસ્ય ઈરફાન બોબી/વિરેન્દ્ર સિંહ ગોહિલ/સહિત મોટી કંપનીના સ્ટાફ નાં માણસોએ ભાગ લીઇ હાથમાં ઝાડુ સાવરણા પકડી સફાઈ કામગીરી હાથ ધરી હતી.તેમજ કચરો પ્લાસ્ટિક ની બેગો માં ભરી નિકાલ કર્યો હતો.
બાઈટ -એ.પી. સીંગ…
રિપોર્ટ :- તસ્લીમ પીરાંવાલા..પાલેજ…..