ભરૂચ જિલ્લામાં ઝઘડિયા પોલીસ મથકમાં દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વચગાળાના જામીન પર મુક્ત થયેલો આરોપી ખૂનની કોશિશ કરીને છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. જેને ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે નાસતા ફરતા આરોપીને અંકલેશ્વરના ભટવાડા તેની સાસરીમાંથી ઝડપી પાડ્યો હતો.ઝઘડિયામાં રહેતા અશોક ભીખાભાઇ વસાવાને એક દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી. તેણે વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી વચગાળાના જામીન પર મુક્ત થઈને ઝઘડીયા પોતાના ઘરે આવ્યો હતો. તે સમયે તેની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ જતાં આરોપી તેની પત્ની અને તેના પ્રેમી ઉપર કુહાડીના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ઝઘડિયા પોલીસ મથકમાં તેના વિરુદ્ધમાં 307 મુજબનો ગુનો નોંધાયો હતો.ભરૂચ જિલ્લા એસપી ડૉ.લીના પાટીલે જિલ્લાના દરેક અધિકારીઓને પેરોલ, ફર્લો જમ્પ કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે સુચનાઓ આપી હતી. જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના PSI વી.એ. રાણા તથા સ્ટાફના જવાનો જિલ્લા નાસતા ફરતા આરોપીઓની તપાસ કરીને કામગીરી હાથ ધરી હતી. તે સમય દરમિયાન ટીમને માહિતી મળી હતી કે, આરોપી અશોક ભીખાભાઇ વસાવા છેલ્લા ત્રણ મહિનાથી ભાગતો ફરતો હતો અને હાલમાં તે અંકલેશ્વર ભાટવાડ ખાતે તેની સાસરીમાં આવવાનો છે. પોલીસે માહિતીના આધારે અંકલેશ્વરના ભાટવાડા વિસ્તારમાં વોચ ગોઠવી આરોપી ત્યાં આવતા જ ટીમે તેને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, આ આરોપી અગાઉ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. તે સમયે પણ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તેને પકડી જેલ ભેગો કર્યો હતો.
આરોપીને જેલના સળિયા પાછળ ધકેલ્યો:ખૂનની કોશિશના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચ્યો; આરોપી સામે દુષ્કર્મનો ગુનો તથા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે
Views: 109
Read Time:2 Minute, 25 Second