0
0
Read Time:1 Minute, 9 Second
પાટણ તા. 1
કે. ડી. પોલિટેકનિક, પાટણ ખાતે શનિવાર ના રોજ એલ્યુમની એસોસિયેશન 2023 નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંસ્થા
માંથી પાસ આઉટ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્રારા યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 1977 થી વર્ષ 2021 સુધીના કે. ડી. પોલીટેકનિક માથી અભ્યાસ કરી પાસ થયેલા વિદ્યાર્થીઓ અને હાલમાં વિવિધ જગ્યાએ કાયૅરત વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એ સંસ્થામાં પોતાનો અનુભવ રજૂ કરી યથાશક્તિ ફાળો આપી ગુરુજનો સાથે ના તેમના જુના સંસ્મરણો યાદ કર્યા હતા, અને વિદ્યાર્થીઓએ ફરીથી આવા કાર્યક્રમ યોજાય તેવી આશા વ્યક્ત કરી એક બીજાને શુભેચ્છાઓ પાઠવી છુટા પડ્યા હતાં.
રીપોટર. કમલેશ પટેલ . પાટણ