લાખોની કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો:ભરૂચના થામ-મનુબર ગામની સીમમાંથી પસાર થતા ગુડ્ઝ ટ્રેનના ટ્રેક પરથી 45 લાખના વાયરની ચોરીનો મામલો, LCBએ 6 શખ્સોને ઝડપી પાડ્યા

Views: 145
0 0

Read Time:4 Minute, 28 Second

ભરૂચ એલસીબીએ નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી 45 લાખથી વધુના કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની ચોરીનો ભેદ ઉકેલી પંજાબી ગેંગના 6 સાગરીતોને 6.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ જીલ્લામાં પ્રગતિમાં છે.તે દરમિયાન જૂન-જુલાઇ માસમાં ભરુચ તાલુકાનાં થામ અને મનુબર ગામની વચ્ચેથી ઇલેક્ટ્રીક એન્જીન માટે લગાવવામાં આવેલ કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની અજાણ્યા ચોર ઇસમો દ્વારા કુલ 45 લાખથી વધુની મત્તાની ચોરી થયેલાનું ધ્યાને આવતા રેલ્વે પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા ભરુચ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. આ વાયરો ચોરીની ઘટનાને ગંભીરતા દાખવી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એલ.સી.બી.અને સ્થાનિક પોલીસને ગુનો શોધી કાઢવા સુચના આપેલ જેના આધારે એલસીબીના પી.આઈ ઉત્સવ બારોટએ એક ટીમ બનાવી ટેકનિકલ & હ્યુમન શોર્ષિસથી ગુનો શોધી તપાસ હાથ ધરી છે.તે દરમિયાન બાતમી મળી હતી કે ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરનાર પંજાબી ગેંગના સાગરીતો ભરૂચથી દહેજ જતાં રોડ પરથી પસાર થતા એક્સપ્રેસ હાઈવેના બ્રીજ નીચે ઉભા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળોએથી ત્રણેય શકમંદ ઇસમોને એક લોખંડના કટર સાથે ઝડપી પાડી પાડી તેઓની પૂછપરછ કરતાં આરોપીઓ ભાંગી પડ્યા હતા. જેઓએ પોતે મુળ પંજાબના ચારેય ઇસમો ભરૂચમાં ધંધા અર્થે બે-ત્રણ મહીનાથી આવેલા હતા અને ચારેય ઇસમો નેશનલ હાઇવે ઉપર ગુરૂદ્વારા ખાતે મળ્યા હતા તે સમયે નવનિર્મિત ગુડઝ રેલ્વે ટ્રેક ઉપરથી ઈલેક્ટ્રીક કેબલ વાયરોની ચોરી કરવાનું નક્કી કર્યું હતું જેથી રેકી કરી બાદમાં વાયરો વજનના હોવાથી વાહનની વ્યવસ્થા માટે સ્થાનિક વ્યક્તિની જરૂર હોય મોના પાર્કમાં રહેતો મિન્હાજ પંજાબી ગેંગમાં સામેલ કરી પાંચેય ઇસમોએ પ્રથમ રાત્રીએ સ્વિફ્ટ ગાડીમાં અને સળંગ બીજી જ રાત્રીએ અન્ય ત્રણ વ્યક્તિઓને સામેલ કરી બ્રેજા ગાડીમાં ચોરી વાયરોની ચોરી કરી હતી જે બાદ ત્રીજી વાર પણ ઇનોવા ગાડી લઇ ચોરી કરવા ગયેલ પણ રેલ્વેના બંને તરફથી એન્જીનો પરીક્ષણ અર્થે આવતા જણાતા કાપેલ કેબલ આજુબાજુમાં ભરેલ પાણીમાં ફેંકી રવાના થઇ ગયેલ અને ચોરીના કેબલો સુરેશ મારવાડી મારફતે અંકલેશ્વરમાં વેચાણ કર્યા હોવાનું કબૂલાત કરી હતી.પોલીસે ચોરીના કેબલ વાયરો ખરીદી કરનારને મળી 6 સાગરીતોને 120 કીલો વાયરો સાથે પીકઅપ મળી કુલ 6.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. મૂળ પંજાબ હાલ વડદલા ગામની મેટ્રોઝા સોસાયટી અમલોકસીંઘ બલવિંદરસિંઘ જાતે મજબીસિંગ,રાજદીપસીંઘ ઉર્ફે જગ્ગા બાબુસિંઘ જાટ અને મિન્હાજ મોહમંદભાઇ સિંધા,નારાયણસિંગ ઉર્ફે ઠાકુર ફુપસિંગ પરમાર તેમજ સુરેશકુમાર અખાજી પુરોહીત મનસુખભાઇ પોપટભાઇ પટેલ ઝડપાયા હતા જ્યારે સતનામસિંધ ઉર્ફે સત્તાર,ગુરદીપસિંઘ ઉર્ફે દિપ તેમજ અર્જુન પુરોહીતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પંજાબના તસ્કરો જુસ્સો વધારવા નશાની ગોળી ખાતાં હતાં

Tue Sep 5 , 2023
Spread the love             ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ડીએફસી ગુડ્સ રેલવે પ્રોજેક્ટની સાઇટ પરથી 45 લાખના વાયરોની ચોરીના કારસામાં પોલીસે પંજાબી ગેંગના 6 સાગરિતોને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પુછપરછ કરતાં તેમણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓ ચોરીની વારદાતને અંજામ આપવા જાય તે પહેલાં એક ખાસ પ્રકારની ગોળી ખાતાં હતાં. […]

You May Like

Breaking News

error: Content is protected !!