ચૌટાનાકા નજીક વાહન ચેકીંગ દરમિયાન અન્ય જિલ્લાની નંબર સાથે RTOના કાગળો વિના ફરતા ત્રણ બાઈક સવાર ઝડપાયા
અંકલેશ્વર શહેર પોલીસે ચૌટાનાકા નજીકથી વાહન ચેકીંગ દરમિયાન અન્ય જિલ્લાની નંબર પ્લેટ લગાવેલી બાઈક સાથે ફરતા ત્રણ ઇસમોને શંકાના આધારે પકડી પાડ્યા હતાં. પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ 41(1) ડી મુજબ કાર્યાવાહી કરીને 50 હજારની બાઈક કબ્જે લીધી છે.અંકલેશ્વર શહેર એ-ડીવીઝન સ્ટાફ તેમના વિસ્તારમાં બનતા મિલક્ત સંબંધી ગુના તથા આરોપી શોધી કાઢવા માટે શહેરના ચૌટાનાકા પાસે વાહન ચેકીંગમાં હાજ૨ હતા. તે દરમ્યાન સફેદ કલ૨ની કેસરી પટ્ટાવાળી હોન્ડા કંપનીની હોરનેટ બાઈક લઈને ત્રણ ઇસમો આર.ટી.ઓ. રજિસ્ટ્રેશન નંબર GJ-20-AS- 3705 લઇને ફરતાં હતાં. પોલીસે તેમને રોકી નામ ઠામ પૂછતા તેમણે તેમના નામ સુજલકુમા૨ ૨ાજેશકુમાર બ્રહ્મભટ્ટ (રહે, સુ૨તી માગોળ પાસે અંકલેશ્વર), કલ્પેશ જગદીશભાઇ વસાવા (રહે,નવી વસાહત, ભાંગવાડ અંક્લેશ્વર) અને ત્રીજો ર્માનષ પ્રવિણભાઇ વસાવા (૨હે,નવી વસાહત, માંગવાડ અંક્લેશ્વર)ના હોવાનું જનાવ્યું હતું.પોલીસે તેમની પાસે RTOને લગતા કાગળો માંગતા નહી હોવાનું જણાવી કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે બાઈક અંગે ઇ-ગુજકોપ પોકેટકોપ એપની મદદથી મોટર સયકલ નંબર નાખીને તપાસ કરતાં આ બાઈકના માલિક તરીકે રમણ ૨ન્નાભાઈ ભાભોર (રહે,સાગોલી ફળીયુ,રસોઈ ગામ તા.ધાનપુર જી.દાહોદ)ના નામે હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે ત્રણે ઇસમોની અટકાયત કરી હતી. તેમણે આ બાઈક ચોરી અથવા છળકપટથી મેળવી હોવાની શંકાના આધારે CRPC કલમ 102 મુજબ બાઈક કબ્જે કરી હતી. પોલીસે ત્રણે વિરુદ્ધ 41(1)ડી મુજબ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.