અંકલેશ્વર તાલુકાનાં જીતાલી મસ્જિદોમાં વકફ થયેલી કેટલીક મિલ્કતો નજીવી કિંમતે વેચાણ કરી મસ્જિદોને નુકશાન કરવામાં આવ્યું છે તેમજ ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગરની કચેરીનાં બોગસ વેચાણ પરવાનગીના કાગળો રજુ કરી સબ રજીસ્ટાર કચેરી તથા મામલતદાર કચેરીના અધિકારીઓને અંધારામાં રાખી દસ્તાવેજો તેમજ જમીનો ૭×૧રમાં વેચાણ લેનારાઓના નામે કરી દેવામાં આવી હોવાની ફરીયાદનું નિકાલ હજુ આવેલ નથી તે બાદ જીતાલી ગામનાં અન્ય ટ્રસ્ટોની કેટલીક મિલ્કતો વકફની પુર્વ મંજુરી વગર વેચાણ તેમજ ભાડા કરાર હેઠળનું કારનામું કરવામાં આવ્યું હોવાની ચર્ચાઓ છે. જો કે વકફ માફીયાઓ તેમજ તેઓની સાથે સંકળાયેલી ટોળકીના સાગરીતોને પીઠબળ પુરુ પાડનારા તેમજ વકફ કચેરીમાં ફરજ બજાવતાં કેટલાંક લાંચીયા અધિકારીઓ કચેરીનાં લેટર પેઈડ ઉપર કાયદેસરનું લખાણ કરી વકફ માફીયાઓનાં દલાલોના હાથા બની ગયા છે. જે લોકો આગામી દિવસોમાં જેલમાં જશે તે દિવસો હવે દૂર નથી. તેવા સંકેતો દેખાઈ રહયા છે. ઉપરોકત પ્રકરણમાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યાં વાલીયા તાલુકાનાં કોઢ ગામની જમીન જેનો જુના સર્વે નં.ર૪૭ અને નવો સર્વે નં.૧૧૬૮ જે સાહિનાબેન મહેબુબભાઈ બોબાટ તથા સુહેલ મહેબુબભાઈ બોબાટના નામે હાલ રેવન્યુ દફતરે ચાલી રહેલ છે. જે મિલ્કત ધાર્મિક સંસ્થા કે સખાવતના નામે ચાલતી નહી હોવાનો પત્ર કચેરીનાં પત્ર ક્રમાંક વકફ/મિલ્કત/ર૦ર૩ જાવક નં. ૮પ૪/ર૩ તા.ર૦/૦૧/ર૦ર૩ થી મામલતદારશ્રી તેમજ રજીસ્ટારશ્રી વાલીયાને ઉદેશીને લખાયેલ છે. જેમાં નીચે કચેરી અધિક્ષક ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગરની સહી છે અને રાઉન્ડ સીલ પણ મારેલ છે. આ અંગે તપાસ કરતા વકફ કચેરી દ્ધારા આવો કોઈ પત્ર આપને ઉદેશીને લખાયેલ નથી કે નીચે કરવામાં આવેલ સહી પણ કચેરી અધિક્ષકની નથી. કોઈ દ્ધારા ખોટી સહી અને ખોટી વિગતોવાળો પત્ર આપની કચેરીમાં રજુ કરાયેલ છે. જે પત્રને ધ્યાને નહી લેવા વિનંતી છે તથા આવા ખોટા દસ્તાવેજો તૈયાર કરી રજુ કરવા અંગે આપની કચેરીમાં પત્ર રજુ કરનાર સંબંધીત સામે યોગ્ય કાનુની કાર્યવાહી કરવા પણ વિનંતી છે. જો કે વધુમાં જણાવ્યું છે કે, હવે પછી રેવન્યુ બાબતનો આ કચેરીનો કોઈપણ પત્ર આપની કચેરીમાં મળે કે કોઈપણ દ્ધારા રજુ કરવામા આવે તો પ્રથમ આ કચેરી તરફથી પત્ર અંગે ખરાઈ કરાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવા માટે વિનંતી છે. આમ ઉપરોકત જમીનોમાં મામલતદારશ્રી વાલીયા, સબ રજીસ્ટાર કચેેરી વાલીયા કચેરીઓમાં ગુજરાત રાજય વકફ બોર્ડ કચેરીનાં કચેરી અધિક્ષક એમ.એ.શેખ દ્ધારા તા.૧૦/૦૭/ર૦ર૩ના રોજ લેખિત પત્રથી જાણ કરેલ છે.
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી બાદ વાલીયા તાલુકાના કોંઢ ગામની જમીનમાં ગુ.રા.વકફ બોર્ડ કચેરીનાં બોગસ પત્રો રજુ કરાયા…!!!
Views: 130
Read Time:3 Minute, 42 Second