પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ તેમજ પ્રભારી ગૌરાંગ પંડ્યા સહિત આગેવાનો ની હાજરી…
ઝોન પ્રભારી એસ.વાય ભદોરિયા ને પ્રદેશ કારોબારી માં સ્થાન…
નવા ઝોનનો પ્રભારી વિશ્વાસ દેસલે,સહ પ્રભારી નીતિન ઘેલાણી…
જિલ્લા સંગઠન સર્વાનુમતે થોડા ફેરફાર સાથે સર્વાનુમતે રિપિટ…
આજે તા ૪/૪/૨૦૨૨ ને સોમવારે વ્યારા સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા,પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા,પ્રદેશ અગ્રણી શ્રી ગીર વાનસિહ સરવૈયા,શ્રી આર.બી.રાઠોડ,શ્રી એસ.વાય.ભદોરિયા, ઝોન પ્રભારી ગાંધીનગર શ્રી ભરતસિંહ રાઠોડ,સહ પ્રભારી શ્રી દિનેશ ભાઈ કલલ, શ્રી તેજેન્દ્રસિહ રાઠોડ,તેમજ સુરતથી નીતિન ઘેલાણી,નરેશ વિરાણી,શ્રી કુકડીયા,ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
કાર્યક્રમ નો પ્રારંભ ઉપસ્થિત પ્રદેશ અગ્રણીઓ ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ, શ્રી બિન્દ્રશ્વરી શાહ ના સ્વાગત પ્રવચન બાદ આ જિલ્લા ના પત્રકારો શ્રી પ્રકાશભાઈ જાની, શ્રી વિરલ વ્યાસ,શ્રી દિલીપભાઈ ગામીતને કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામનારા પત્રકારો ને મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો નું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું..
વ્યારા મિટિંગમાં જિલ્લાભરના પત્રકારો ની વિશાળ હાજરી ને પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા એ પત્રકાર એકતા સંગઠનની સ્થાપના સમયથી ૩૦ જિલ્લા અને ૨૨૦ જેટલા તાલુકા ની સમિતિઓ સર્વાનુમતે નિયુક્ત કરવાનું કાર્ય પૂર્ણ કરેલ છે,આ સંગઠન બનતા પત્રકારો વિરુદ્ધ ખોટી ફરિયાદો કે હુમલાઓ નું પ્રમાણ ઘટયું હોવાની વાત સાથે દરેક જિલ્લા માંથી આપવામાં આવેલા આવેદન થી લઇ સી. આર પાટિલ સાથે થયેલી મીટીંગો, માંગણીઓ કે તે અંગે હકારાત્મક અભિગમ અંગે ચર્ચા કરી મહા અધિવેશન માટે માર્ગદર્શન આપ્યું હતું…
પ્રદેશ અગ્રણી શ્રી ગીરવાનસિહ,શ્રી આર.બી.રાઠોડ,શ્રી દેસલે,શ્રી ભરતસિંહ,શ્રી દિનેશભાઈ, ભાવના પટેલ સહિત ના માર્ગદર્શન બાદ બિંદેશ્વરી શહે પણ સંગઠન ખૂબ જરૂરી પણ છે,અને સૌને સંપીને પરિવાર ભાવે જોડાવા પર ભાર મૂક્યો હતો. શ્રી નીતિન ઘેલાણી અને નરેશ વિરાણી,તેમજ જગદીશ કુકાડીયા દ્વારા સૌ પત્રકારો ને સંગઠિત થવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ ના અંત માં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા દ્વારા ગુજરાત ભરમાં ૩૩ જિલ્લા અને ૨૫૨ તાલુકા કારોબારી સાથેનું આ માત્ર ગુજરાત નહિ, દેશનું પ્રથમ સંગઠન બની જશે,હવે માત્ર પત્રકારો ની સમસ્યા ના ઉકેલ પૂરતું સીમિત સંગઠન નથી રહ્યું, રાજ્ય ની સૌથી મોટી સામાજિક સંસ્થા સાકાર થઈ રહી છે,લોંગ લાઇફ નું સંગઠન બની રહે તેવા પ્રયાસ સફળતા ના શિખરો સર કરવા જઈ રહ્યુ છે.કાર્યક્રમ ના અંત તરફ પત્રકારો ના પ્રશ્નો ના જવાબ પ્રદેશ અધ્યક્ષ તેમજ પ્રદેશ કારોબારી ના શ્રી ભદોરિયા એ આપ્યા હતા… આગામી ટૂંક સમયમાં એક મહા સંમેલન યોજવા તૈયારીઓ થઈ ચૂકી છે,પત્રકારો ની અનેક સમસ્યાઓ પૈકી મોટાભાગની સમસ્યાઓ નો ઉકેલ હાથવેંત માં છે. ત્યારે પત્રકારો ને એક કરવાની વાત સાથે અલગ અલગ સંગઠનો ચાલી રહ્યા છે,ત્યારે સૌને એક થવા હાકલ કરી હતી..અંતે જિલ્લા સંગઠન ની રચનાની જવાબદારી ગૌરાંગ પંડ્યા ને સુપ્રત કરી હતી..
સૌ પ્રથમ ઝોન પ્રભારી શ્રી એસ.વાય ભદોરિયા ને પ્રભારી માંથી પ્રદેશ કારોબારી માં સ્થાન સર્વાનુમતે આપવામાં આવ્યું હતું.ખાલી પડેલ ઝોન પ્રભારી તરીકે પૂર્વ પ્રમુખ વિશ્વાસ દેસ્લે ને નિયુક્ત કરી સહ પ્રભારી તરીકે સુરત ના શ્રી નીતિન ઘેલાણી ને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જિલ્લા પ્રમુખ તરીકે થોડા ફેરફાર સાથે શ્રી રાકેશ ભાઈ ચૌધરી ને સર્વાનુમતે રિપિટ કર્યા હતા. ઉપ પ્રમુખ તરીકે શ્રી ગણેશ ભાઈ ગુર્જર,શ્રી પ્રમેન્દ્ર ભાઈ પાટિલ,શ્રી કીર્તન ભાઈ ગામીત,દર્શના બેન વસાવા ની નિયુક્તિ તેમજ મહામંત્રી તરીકે શ્રી બિંડેશ્વરી શાહ,ભાવનાબેન પટેલ, શ્રી જબ્બાર ભાઈ પઠાણ, શ્રી મહેશભાઈ ગામીત ની નિમણુક તેમજ મંત્રી તરીકે શ્રી ચેતન ભાઈ પારેખ, શ્રી અનિલભાઈ ગામીત,શ્રી પરેશભાઈ અટાલિયા શ્રી નીતિનભાઈ, તેમજ સહ મંત્રી તરીકે શ્રી ધર્મેશ ભાઈ વાણી, શ્રી કમલેશ ભાઈ ગામીત, વૈભવી બેન પંડ્યા, શ્રી પિનલ ભાઈ ગામીત અને ખજાનચી તરીકે શ્રી અનિલભાઈ ગામીત,તેમજ આઇ.ટી.સેલ માં શ્રી સુહાસ ભાઈ તડવી ની સર્વાનુમતે પસંદગી થતાં,કોઈ પણ વાદ વિવાદ વિના જિલ્લા સંગઠન ની રચના જાહેર કરી,પ્રદેશ અધ્યક્ષ સહિત આયે અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લે ઉપસ્થિત મહેમાનો,પત્રકાર ભાઈ બહેનો એ ભોજન સાથે લીધું હતું…