લગ્નના ગણતરીના મહિનામાં જ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી પીડીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ
સાસરિયાઓએ દહેજની લાલચે કાઢી મુકતા પિતાના ઘરે રહેલી દીકરીના દુઃખના આઘાતમાં જ પિતાનું અવસાન થયું હોવાના આક્ષેપ..
ભરૂચ
ભરૂચ મહિલા પોલીસ મથકમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં પતિને વિદેશ મોકલવા માટે સાસરિયાઓએ 5 લાખ દહેજ પેટે માંગણી કરી પરંતુ પરિણીતાના પીયરીયા આપી શકે તેમ ન હોવાના કારણે દીકરીના સાસરિયાઓના ત્રાસના આઘાતમાં ફરિયાદીના પિતાનું અવસાન થયું હોવાના આક્ષેપ સાથે પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે
ભરૂચ મહિલા પોલીસ મથકમાં ગુલાબસાબાનુંએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણી આક્ષેપ કર્યા છે કે સોહેલ મલેક સાથે સમાજના રીતી રિવાજ મુજબ 8 મહિના પહેલા લગ્ન થયા હતા અને જે તે સમયે ફરિયાદીના પિયર તરફથી સમાજના રિતી રિવાજ મુજબ સોના ચાંદીના દાગીના સહિત ઘરવખરી આપી હતી લગ્નના 2 મહિના સાસરિયાઓએ સારું રાખ્યા બાદ પતિ સોહેલ મલેકને વિદેશ લેડીઝ ટેલરિંગનું કામ કરવા મોકલવા માટે ફરિયાદીને તેના પિયરમાંથી 5 લાખ લઈ આવવા માટે દબાણ કર્યું હતું અને ફરિયાદીએ તેના પિયર પાસે આટલી મોટી રકમ નથી તેમ કહેતા સાસરિયાઓએ તેણીની ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને પતિએ પણ હું તને છુટાછેડા આપી દઈશ અને તારે જો છૂટાછેડાના જોઈતા હોય તો તારા પિયરમાંથી રૂપિયા 5 લાખ લઈ આવ તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા અને ફરિયાદીની તબિયત લથડી હતી અને તેની સારવાર પણ સાસરિયાઓ કરાવેલ નહીં અને ફરિયાદીને પાંચ લાખ રૂપિયા નહીં આપતા તેણીને બોલા ચાલી ઝઘડો કરી કાઢી મૂકી હોવાના આક્ષેપ કર્યા છે
ફરિયાદી તેના પિતાના ઘરે સાસરિયાઓના ત્રાસથી રહેતી હતી અને ફરિયાદી ઉપર સાસરિયાઓના ત્રાસના કારણે ચિંતામાં રહેલા તેના પિતાનું અવસાન થયું હોય તેવા આક્ષેપ ફરિયાદમાં કર્યા છે અને છેલ્લા 6 મહિનાથી ફરિયાદી તેના પિયરમાં જ રહે છે દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ આખરે દહેજ ભૂખ્યા પતિ અને સાસરીયાઓ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ..(1) (પતિ) સોહેલ યુનુસ મલેક (2) (સાસુ) હનીફા યુનુસ મલેક(3) (નણંદ) ફરદ સાબીર શેખ(4) (જેઠ) સોયેબ યુનુસ મલેક(5) (જેઠાણી) અનિશા સોયેબ મલેક તમામ રહે મુલતાની વાડ ઘાસ મંડાઇ નજીક ભરૂચ