ભરૂચ ઓમકારનાથ હોલ ખાતે આજરોજ મુખ્યમંત્રીના હસ્તે સિટી બસોનું ઈ-લોકાર્પણ કરાયું.
ભરૂચ જિલ્લામાં ફરીથી એકવાર સીટી બસો જોવા મળશે ઘણા વર્ષો પહેલા પણ સિટી બસની સેવામો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી લોકોને રાહતદરે પોતાના ઠેકાણે જવામાં રાહત મળી રહે. આજરોજ ફરીથી ઓમકારનાથ હોલ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સીટી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીને ધ્યાનમા રાખીને અને સરકારી ગાઈડલાઇનને અંતર્ગત મુખ્યમંત્રીએ ઓનલાઇન જ ઈ -લોકાર્પણ કર્યું હતું. આજરોજ ઓમકારનાથ હોલ ખાતેથી ઓનલાઇન જ વિજય રૂપાણી દ્વારા રીબીન કાપીને સિટી બસોને શરૂ કરી દેવામાં આવી હતી. ભરૂચ પંથકના અલગ-અલગ રૂટ પર 12 જેટલી સિટી બસો શરૂ કરવામાં આવી છે. આજરોજ તમામ રૂટ પર મુસાફરી કરનાર લોકો વિનામૂલ્યે સિટી બસમાં મુસાફરી કરી શકશે.
ઈ -લોકાર્પણ સમારોહમાં જિલ્લા કલેકટર ડો. એમ.ડી. મોડિયા, ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત ચીફ ઓફિસર સંજય સોની તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.