ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓએ મણિપુરની ઘટનાનો વિરોધ નોંધાવ્યો મણિપુરમાં ચાલી રહેલી હિંસાના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે.પરંતુ 3 જી મે 2023 ના રોજ ગુનેગારોને ટોળાએ બે કુકી આદિવાસી સમાજની મહિલાઓને પકડી તેમની સામે તેના ભાઈ અને પિતાની હત્યા કરી તેમને નિવસ્ત્ર કરી પરેડ કરાવી તેમનો ગેંગ રેપ કર્યો હોવની ઘટનાના વિરોધમાં દેશમાં અનેક કાર્યક્રમો અને દેખાવો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલી જ્યેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં કોલેજ કેમ્પસમાં એકત્ર થઈને રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવી આ ગુનામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને પકડી તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે. વિદ્યાર્થીઓએ દેશની મહિલાઓને જાણીતા કવિ પુષ્યમિત્ર ઉપાધ્યાયની કવિતા સમર્પિત કરીને જણાવ્યું હતું કે, સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, અબના ગોવિંદ આયેંગે, છોડો મહેંદી અબ ખડગ સંભાલો, ખુદ હી આપના ચીર બચાલો.
ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓએ મણિપુરની ઘટનાનો વિરોધ નોંધાવ્યો
Views: 194
Read Time:1 Minute, 36 Second