અંકલેશ્વર નવજીવન હોટલ ચોકડી પાસે ઉભેલી લક્ઝરી બસમાં ટ્રક ઘૂસી જતા બસ પાછળ રહેલ 5 મહિલા અને એક ટ્રક નો ક્લીનર ગંભીર રીતે ઘાયલ થઇ જવા પામ્યો હતો. ટ્રક ચાલાક લક્ઝરી બસમાં ઘુસ્યા બાદ રોડ વચ્ચે ડિવાઈડર સર્કલમાં ઘુસી ગયો હતો. સુરત થી લક્ઝરી દિશા તરફ જઈ રહી હતી. ગંભીર રીતે ઇજા પામેલા મુસાફરો 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંકલેશ્વર નજીક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં 3 મહિલા સહિત 6 વ્યક્તિને ઇજા પહોંચી હતી.અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૪૮ પર નવજીવન હોટલ નજીક મળસ્કે 3.15 કલાકે સુરત થી ડીસા તરફ જતી લક્ઝરી બસ નવજીવન હોટલ પાસે ઉભી હતી. તે દરમિયાન સુરત થી અંકલેશ્વર તરફ આવી રહેલી ટ્રક ચાલકે ઊભેલી બસ પાછળ ધડાકાભેર ઘુસી બસ ની પાછળ નો ભાગ ચીરી નાખી રોડ સાઇડર પર થી બસ સર્કલ પર બનેલ લોન માં ઘુસી જવા પામી હતી.વરસાદી કાંસ ની ગટર પર લટકી પડી હતી. અકસ્માતમાં બસમાં પાછળના ભાગેથી ખુરદો બોલી ગયો હતો. ટ્રક ના ક્લીનર સાઈડ નો ભાગ પણ ખુરદો બોલી ગયો હતો જ્યાં બેસેલ ક્લીનર કનુને ઇજા પહોંચી હતી તો બસ માં પાછળ સાઈડ પર બેસેલા પુના પટની, પ્રકાશપટની, કમુબેન પટની, સવિતા પટેલ, અને વિમળાબેન પટેલ ને ઈજાઓ પહોંચી હતી.
હાઈવે પર ઉભેલી લક્ઝરીમાં ટ્રક ઘૂસી જતાં 5ને ગંભીર ઈજા, ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ડિવાઈડરમાં ઘુસી ગઈ..
Views: 70
Read Time:1 Minute, 46 Second