
દહેજમાં ગટરમાં ઉતરેલા ત્રણ મજુરોના મોત માટે ઉપસરપંચનો પણ ફરજમોકુફીનો હુકમ બજાવાયો
દહેજમાં ગટર સાફ કરવા ગટરમાં ઉતારેલા ત્રણ મજુરોના મોત માટે જીલ્લા વિકાસ અધિકારીએ મહીલા ઉપસરપંચને પણ સમાનપણે જવાબદાર ઠેરવી તેમના પર ફરજમોકુફીનો હુકમ બજાવ્યો છે. એટલું જ નહીં, ઉપસરપંચ સરકારના નિતીનિયમો પાળવામાં અને રીતે પોતાની પ્રાથમિક ફરજો બજાવવામાં નિષ્ફળ સાબિત થયા હોવાનું પણ ડીડીઓએ તેમના હુકમનામામાં જણાવ્યું હતું. સમગ્ર ઘટના ગત ચોથી એપ્રિલે બની હતી. પંચાયતના મકાનમાં સૂઇ રહેલા મજુરોને ઉઠાડીને તેમને વીસ ફુટ ઊંડી ગટર સાફ કરવા મોકલી દેવાયા હતા.પાઠો આ આદેશ સરપંચ અને તેમની સાથે આવેલા ઉપસંરપંચના પતિએ આપ્યો હતો. સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓના પતિને કે પત્નીને આવી કોઇ સત્તા હોતી નથી. પણ પંચાયતોમાં ચૂંટાયેલા મોટભાગના મહીલા પ્રતિનિધિઓને બદલે તેમના પતિ જ ધુમાડો ફેલાવતા રહે છે.સરપંચના આદેશ અનુસાર ગલસંગભાઇ મુનીયા, પરેશભાઇ કટારા અને અનુપભાઇ પરમારને સુરક્ષાના કોઇ પણ સાધન આપ્યા વગર ગટરમાં ઉતારી દેવાયા હતા. આ ત્રણને ગુંગળામણ જેવું અનુભવાતાં ભાવેશભાઇ નામના મજુરને તેમને બચાવવા ગટરમાં ઊતરાયા હતા. પરંતુ ભાવેશભાઇને જ ગુંગળામણ થતાં તેમને બહાર ખેંચી લેવાયા હતા. ગટરમાં ઉતારવામાં આવેલા ત્રણ શ્રમિકો મોતને ભેટ્યા હતા. આ બાબતે મૃતક અનીપભાઇના પત્નીએ સરપંચ જયદીપસિંહ રણા અને મહીલા ઉપસરપંચના પતિ મહેશભાઇ ગોહિલ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે તે સમયે મહેશબાઇને પોલીસ કસ્ટડીમાં લેવાયા હતા. હવે ડીડીઓએ આપેલા ચુકાદમાં ત્રણ મજુરોના મૃત્યુ માટે સરપંચ અને ઉપસરપંચ સમાન પણે જવાબદાર હોવાનું બહાર આવતાં દહેજ પંથકના રાજકારણમાં હલચલ મચી ગઇ છે.