જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે કેનાલમાં ભંગાણ પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. કેનાલના તકલાદી બાંધકામનો ભોગ ખેડૂતો બની રહયાં હોવાથી રોષની લાગણી જોવા મળી રહી છે.જંબુસર તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કેનાલોનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે પણ કેનાલોના તકલાદી બાંધકામના કારણે ખેડૂતોને ફાયદા કરતાં નુકશાન વધારે થઇ રહયું છે. હાલમાં જંબુસર અને મગણાદ ગામની વચ્ચે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડવાથી પાણી આજુબાજુ આવેલાં ખેતરોમાં ફરી વળ્યાં છે.આ કેનાલ અણખીથી મહાપુરા ગામ તરફ જાય છે. કેનાલના પાણી ખેતરોમાં ભરાય જવાથી ખેતરોમાં તૈયાર થયેલાં કપાસ અને તુવેરના પાકને નુકશાન થયું છે. ખેડૂતોએ જાણ કરતાં નિગમના અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને ગાબડાના રીપેરિંગની કામગીરી શરૂ કરાવી છે. બીજી તરફ ખેડૂતોએ પાકને થયેલાં નુકશાન બદલ નર્મદા નિગમ પાસે વળતરની માગણી કરી છે.જંબુસર તાલુકામાં સિંચાઇના પાણી માટે ખેડૂતો કેનાલ પર નિર્ભર છે તેવામાં તકલાદી બાંધકામથી ખેડૂતોનો પાક નષ્ટ થઇ રહયો છે. રાજય સરકાર કેનાલોનું તકલાદી બાંધકામ કરનારા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માગણી છે. માત્ર જંબુસર જ નહિ રાજયભરમાં કેનાલોનું બાંધકામ તકલાદી થયું છે. ખેડૂતો આખું વર્ષ મહેનત કરી ખેતી કરતાં હોય છે અને તેમાં નહેર ખાતાની બેદરકારીના કારણે પાણી ફરી વળતાં હોવાથી તેમને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે જે ચિંતાજનક બાબત છે.ભરૂચ જંબુસર તાલુકાના મગણાદ ગામ પાસે કેનાલમાં ભંગાણ પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. કેનાલના તકલાદી બાંધકામનો ભોગ ખેડૂતો બની રહયાં હોવાથી રોષની લાગણી જોવા મળી રહી છે. જંબુસર તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કેનાલોનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે પણ કેનાલોના તકલાદી બાંધકામના કારણે ખેડૂતોને ફાયદા કરતાં નુકશાન વધારે થઇ રહયું છે. હાલમાં જંબુસર અને મગણાદ ગામની વચ્ચે આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડવાથી પાણી આજુબાજુ આવેલાં ખેતરોમાં ફરી વળ્યાં છે.આ કેનાલ અણખીથી મહાપુરા ગામ તરફ જાય છે. કેનાલના પાણી ખેતરોમાં ભરાય જવાથી ખેતરોમાં તૈયાર થયેલાં કપાસ અને તુવેરના પાકને નુકશાન થયું છે. ખેડૂતોએ જાણ કરતાં નિગમના અધિકારીઓ દોડી આવ્યાં હતાં અને ગાબડાના રીપેરિંગની કામગીરી શરૂ કરાવી છે. બીજી તરફ ખેડૂતોએ પાકને થયેલાં નુકશાન બદલ નર્મદા નિગમ પાસે વળતરની માગણી કરી છે.જંબુસર તાલુકામાં સિંચાઇના પાણી માટે ખેડૂતો કેનાલ પર નિર્ભર છે તેવામાં તકલાદી બાંધકામથી ખેડૂતોનો પાક નષ્ટ થઇ રહયો છે. રાજય સરકાર કેનાલોનું તકલાદી બાંધકામ કરનારા કોન્ટ્રાકટરો અને અધિકારીઓ સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી ખેડૂતોની માગણી છે. માત્ર જંબુસર જ નહિ રાજયભરમાં કેનાલોનું બાંધકામ તકલાદી થયું છે.ખેડૂતો આખું વર્ષ મહેનત કરી ખેતી કરતાં હોય છે અને તેમાં નહેર ખાતાની બેદરકારીના કારણે પાણી ફરી વળતાં હોવાથી તેમને ભારે આર્થિક નુકશાન વેઠવાનો વારો આવતો હોય છે જે ચિંતાજનક બાબત છે.હોવાની ફરિયાદો ઉઠી છે. કેનાલોના રીપેરિંગ માટે પણ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં દર વર્ષે કેનાલો તુટવાના બનાવો બનતાં રહે છે. બે મહિના પહેલાં પણ દહરી ગામ પાસે કેનાલમાં ભંગાણ પડવાથી પાણી આસપાસ આવેલાં ખેતરોમાં ફરી વળતાં 200 એકર કરતાં વધારે જમીનમાં પાકને નુકશાન થયું હતું.
મગણાદ ગામ પાસેની કેનાલમાં ભંગાણથી ખેતરો જળબંબાકાર
Views: 80
Read Time:4 Minute, 51 Second