ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતો નેશનલ હાઇવે પર ખરોડ બ્રિજના કામ માટે અપાયેલાં ડાયવર્ઝન તથા વરસાદના કારણે માર્ગ પર ખાડાઓ પડી જતાં છેલ્લા 3 દિવસથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ રહયો છે. ડાયવર્ઝનના રોડ પર કપચીની ટ્રકોની ટ્રકો નાખવા છતાં વાહનની સતત અવરજવરથી રસ્તો બેસી જતો હોવાની વિગતો સામે આવી રહી છે.અમદાવાદ- મુંબઇને જોડતાં નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી પાસે બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતાં મુલદ ચોકડીથી ખરોડ સુધી વાહનોની કતાર જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી હજારો વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાય રહયાં છે. છેલ્લા 3 દિવસથી મુલદથી ખરોડ સુધી 30 કિમી સુધી વાહનોની કતાર જોવા મળી રહી છે.રોજના હજારો વાહનો ટ્રાફિકજામમાં ફસાતાં હોવાથી લાખો રૂપિયાના ઇંધણનો વ્યય થઇ રહયો છે. ખરોડ પાસેના ડાયવર્ઝનના કારણે ત્રણ લેનનો ટ્રાફિક સીધો એક લેનમાં પરિવર્તિત થઇ જાય છે. નેશનલ હાઇવે પરથી રોજના 65 હજાર કરતાં વધારે વાહનો પસાર થતાં હોય છે જેના કારણે ખરોડ પાસે ટ્રાફિકની સમસ્યા વકરી છે. આ જગ્યાએથી વાહનો 10 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પસાર થઇ શકતાં નથી જેના કારણે લેન ચાલુ હોવા છતાં વાહનોની કતાર લાગી જાય છે.
ખરોડનું ડાયવર્ઝન ટ્રાફિકનું એપી સેન્ટર બન્યું 3 દિવસથી હાઇવે પર 30 કિમીનો ચક્કાજામ
Views: 78
Read Time:1 Minute, 40 Second