રવિવારે રાજકોટ ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા ભવ્ય મેગા હેલ્થ ચેકઅપ કેમ તથા ટ્રાફિક જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ નું આયોજન.

રાજકોટ ઓટો રીક્ષા એસોશીએશન દ્વારા તારીખ 19/6/2022 રવિવારના રોજ સાંજે 5 થી 8 વાગ્યે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ ટ્રાફિક જન જાગૃતિ અભિયાન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનું આયોજન ઠાકોરજી આરકેડ દેવપરા ચોક થી આગળ એસ.બી.આઇ બેન્ક ની આગળ કોઠારીયા મેન રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. રાજકોટ ઓટો રીક્ષા એસોશીએશન દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઓટો રિક્ષા ડ્રાઇવર તેમજ તેના પરિવારનું આરોગ્ય અને જીવનધોરણ સુધરે, ઓટો રીક્ષા ડ્રાઈવરને ટ્રાફિકના નિયમોની સમજણ આવે જાણકારી આવે અને નિયમો પાલન કરવા જાગૃત થાય, તથા પોલીસ અને ઓટો રિક્ષા ડ્રાઇવર વચ્ચે સમન્વય તથા શું સંબંધ જાળવી રાખવા માટેનો છે. કોઠારીયા મેન સોય કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી, કમિશનરશ્રી રાજુ ભાર્ગવ સાહેબ તેમજ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ફેડરેશનના પ્રમુખ શ્રી જયંતીભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માં લોટસ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના સહયોગથી જરૂરીયાત મંદ દર્દીઓ માટે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ડોક્ટર અજય પરમાર એમડી મેડિસિન ડોક્ટર જીમિત છાત્રાલા એમએસ ગાયનેક ડોક્ટર વિરલ વસાવડા એમ.એસ જનરલ સર્જન હિરેન આકોલા એમ એસ ઓર્થો હોસ્પિટલના મેન ડોક્ટર નિલેશ ભીમજીયાણી સાહેબ પોતાની સેવા વિનામુલ્યે આપશે આ કેમ્પમાં આવેલ આ દર્દીઓને રાહત દરે લેબોરેટરી એક્સ – રે તેમ જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે ઓપરેશનની સુવિધા કરી આપવામાં આવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ટ્રાફિકના નિયમો વિશે ની જાણકારી પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવશે. તેમજ જ્ઞાનોદય સ્કૂલના બાળકો દ્વારા દેશ ભક્તિ નો પ્રોગ્રામ, અને સંસ્કાર કલા કેન્દ્ર દ્વારા દેશભક્તિ નો કાર્યક્રમ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ ઓટો રીક્ષા એસોસિએશનના અનવરભાઈ માડક્રિયા, પ્રતિપાલસિંહ જાડેજા, રજાકભાઈ કુરેશી, રવિભાઈ ગોંડલીયા, એજાજભાઈ પિંજારા વગેરે સભ્યો ખડે પગે જહેમત ઉઠાવી રહ્યા છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મુખ્યમંત્રીએ 'માય લિવેબલ ભરૂચ' અભિયાનનો શુભારંભ કરાવ્યો......

Sat Jun 18 , 2022
શહેરને હેપ્પી, ગ્રીન અને ક્લીન બનાવવાની નવતર પહેલ……. ભરૂચ : જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના વિઝન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ની આજથી શરૂઆત થઈ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાનનો શુભારંભ દહેજથી કરાવ્યો છે. CSR હેઠળ ભરૂચને રહેવા યોગ્ય બનાવવા, શહેરનું વાતાવરણ […]

You May Like

Breaking News