અંકલેશ્વર જીઆઇડીસીની પરિમલ ઇન્ડસ્ટ્રીઝ કંપની સોલ્ટ પ્રોસેસ દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી. ડીપીએમસી ના 2 ફાયર ટેન્ડરો સ્થળ પર દોડી આવ્યા હતા.15 મિનિટ માં આગ પર કાબુ મેળવાયો હતો. ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ પ્રોસેસ દરમિયાન તણખલાથી લાકડાનો જથ્થો ભડકે બળ્યા હતા. રાત્રીના 12 વાગ્યે ઘટના બની હતીઅંકલેશ્વર જીઆઇડીસીની પરિમલ ઇન્ડસ્ટ્રીઝ સોલ્ટ ની વિવિધ પ્રોડક્સ બનાવે છે સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ તરીકે કાર્યરત એવી પરિમલ ઇન્ડસ્ટ્રીઝ ગત રાત્રીના 12 વાગ્યે પ્રોસેસ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક તણખો ઝરતા લાકડાનો જથ્થો સળગી ઉઠ્યો હતો. ઘટના અંગે કંપની સંચાલક દ્વારા ડીપીએમસી ને જાણ કરતા 2 ફાયર ટેન્ડરો સાથે લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માત્ર 15 મિનિટ માં આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટના કોઈ જાનહાની સર્જાઈ ના હતી. સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટએઇઝ માં બનેલી અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે પણ જાણ થતાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરની પરિમલ કંપનીમાં સોલ્ટ પ્રોસેસ વેળાં આગ,15 મિનીટમાં કાબુ…
Views: 75
Read Time:1 Minute, 28 Second