હોળી પર્વે પ્રવાસીઓની ભીડ વધવાની શક્યતાએ એક બાજુ SOU સત્તામંડળ પ્રવસીઓને સુવિધા પુરી પાડવા તૈયારી કરી રહી છે ત્યારે બીજી તરફ પ્રવસીઓને ચા નાસ્તો અને ભોજન પૂરું પડતા કેવડિયાનો ફૂડકોર્ટ કોન્ટ્રાક્ટરના ભાડું વિવાદને લઈને બંધ થઇ ગયું હવે આવનારા પ્રવાસીઓ અટવાઈ રહ્યા હતા ત્યારે પ્રવાસીઓની માગ પણ વધી હતી કે આ એકતા ફૂડ કોર્ટ ચાલુ કરવામાં આવે.
પરંતુ આ વિવાદનો અંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા વિકાસ મંડળ દ્વારા સુખદ લાવવામાં આવ્યો કે જે બંધ દુકાનો છે તેની બહારની જગ્યાઓ પર સેલ્ફ હૅલ્ફ ગ્રુપની મહિલાઓ દ્વારા ટ્રાઇબલ ફૂડ આપવામાં આવે છે એવી ચારથી પાંચ કેફેટેરિયા આ મહિલાઓ ચલાવે છે. તો આ એકતા ફૂડ કોર્ટ આ બહેનોને આપવામાં આવે તો અન્ય સ્થાનિક મહિલાઓને રોજગારી મળે. આમ આવક સાથે રોજગારી અને પ્રવાસીઓને સાત્વિક ભોજન મળે એવી વ્યવસ્થાને સૌ કોઈ આવકારી સોમવારના રોજ જાહેર રજા છે ત્યારે મંગળવારથી એકતા ફોડકોર્ટને કેવડિયાની સ્થાનિક મહિલાઓ સાંભળી લેશે.
SOUના એકતા ફૂડ કોર્ટમાં પ્રવાસીઓને સ્થાનિક મહિલાઓ ટ્રાઇબલ ફૂડ પીરસશે
Views: 77
Read Time:1 Minute, 31 Second