ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 3 ની મહિલા સેવિકાના પતિ કર્તવ્ય રાણાએ અંગત અદાવતમાં બે મિત્રો ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં બન્ને મિત્રોને ઈજા પહોંચી હતી. ત્યારે આ ઘટનાના 13 દિવસ બાદ એક મિત્રનું મોત થયું છે. 13 દિવસની સારવાર બાદ પ્રિન્સ મહંતનું મોત થયું છે. અગાઉ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કોર્પોરેટરના પતિની ધરપકડ કરી હતી. હવે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.શું હતો સમગ્ર મામલો?ભરૂચ ખાતે રહેતા મેહુલ ચૌહાણની કોઈ બાબતે ભાજપ BJPના મહિલા કાઉન્સિલરના પતિ કર્તવ્ય રાણા સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે શક્તિનાથ વિસ્તારમાં મેહુલ પોતાના મિત્ર પ્રિન્સ મહંત સાથે કર્તવ્યને મળવા ગયો હતો. ત્યાં ઉશ્કેરાયેલા કર્તવ્ય રાણાએ બંનેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં મેહુલને પગના ભાગે તથા પ્રિન્સને પેટના ભાગે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ પ્રિન્સ મહંતને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.આ ઘટનાની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો અને આરોપી કર્તવ્ય રાણા વિરુદ્ધ IPCની 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરાઈ હતી. હવે 13 દિવસની સારવાર બાદ વડોદરામાં પ્રિન્સ મહંતે રવિવારે સવારે દમ તોડી દીધો હતો. પોલીસે હવે કોર્પોરેટના પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આંતરડું કપાઈ જવાથી પ્રિન્સનું બે વખત ઓપરેશન કરવા છતાં લોહીનું વહેંણ બંધ થતું ન હતું. જેના લીધે શરીરમાં ઇન્ફેક્શન થઈ જવાથી આખરે તેનો જીવ ગયો હતો.
ભરૂચમાં મહિલા સેવિકાના પતિએ બે લોકો પર કરેલા હુમલામાં એકનું સારવાર દરમિયાન મોત
Views: 76
Read Time:2 Minute, 21 Second