અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ અને કસ્બાતીવાડમાં વીજ ચેકીંગ કરવા ગયેલા વીજ કર્મીઓ પર 50 જેટલા વ્યક્તિઓએ હુમલો કરીને સોનાની ચેઈન ઝૂંટવી અને વાહનને નુકશાન પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે નાયબ ઇજનેરે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.અંકલેશ્વર શહેર 21મી ફેબ્રુઆરીના રોજ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોશીસને પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ, સ્થાનિક સહિત 101 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના કસ્બાતીવાડ, મુલ્લાવાડ, જમાઈવાડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ સાથે દોડધામ મચી ગઇ હતી. જોકે આ સમયે નંબર 5 ટીમના આગેવાન નાયબ ઈજનેર કશ્યપ કેવટ તેમની ટીમ સાથે કસ્બાતીવાડ અને ચોર્યાસી ભાગોળમાં વીજ ચેકીંગ કરવા માટે પહોંચ્યા હતા.તે સમયે ચોર્યાસી ભાગોળમાં રહેતા જગદીશ ગજ્જરના મકાનમાં ચેકીંગ કરતાં વીજ સર્વિસ વાયરમાં ટેપિંગ કરી મીટરને બાયપાસ કરીને વીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું હતું. જેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી ગાડી તરફ જતા એક ઇસમે ત્યાં આવી જોર જોરથી બુમો પાડી તમે અહીંયા કોને પૂછીને વીજ ચેકીંગ કરવા આવ્યો છો, અહીંયાથી જતાં રહો નહિ તો માર મારીશું કહેતા કશ્યપ કેવટ તેમને સમજાવી રહ્યા હતા. તે સમયે એક ઈસમે તેમને મોંઢાના ભાગે મુક્કો મારીને ભાગી ગયો હતો. જ્યારે અન્ય ઈસમો શબનમ કોમ્પલેક્ષ પાસે વીજ ચેકીંગ કરતા હતા. ત્યારે 50થી 60 સ્ત્રી, પુરુષોના ટોળાએ વીજ કંપનીના કર્મીઓને ઘેરી લીધા હતા.જ્યારે બીજી તરફ ઈમ્તિયાઝ શેખ ઉર્ફે મુનનું મામૂએ તેમના વીજ મીટર બદલવાની ના પાડી વાતાવરણ દહોળવા અન્ય ઇસમોને ફોન કરીને એકત્ર કર્યા હતા. આ સમયે ત્યાં હાજર વીજ કર્મી સાથે ઝપાઝપી થતા વીજ કર્મીએ પહેરેલી રૂ. 1,18,000ની સોનાની ચેઈન ઝૂંટવી લીધી હતી. જ્યારે ત્રીજા બનાવમાં વીજ ચેકીંગ કરવા ફાળવવામાં આવેલી કારનો ટોળાંના લોકોએ પથ્થર મારીને અંદાજીત 10 હજારની નુકશાની કરી હતી. આ સમગ્ર મામલે વીજ કંપનીના નાયબ ઇજનરે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
અંકલેશ્વરમાં વીજ ચેકીંગ દરમિયાન કર્મીઓ ઉપર ટોળાનો હુમલો; સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ
Views: 86
Read Time:3 Minute, 14 Second