
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પરિણીતાને પતિ, સાસુ અને સસરા શારીરિક ત્રાસ આપી દહેજની માંગણી કરતા હતા. જેથી પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલા અંબે ગ્રીન સોસાયટીમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2017માં ગાર્ડન સિટીમાં રહેતા પિયુષ પ્રહલાદ પટેલ સાથે થયા હતા. લગ્નના થોડા સમય સાસરી પક્ષ સારી રીતે વર્તન કરતા હતા. જે બાદ પતિ પિયુષ પ્રહલાદ પટેલ, સાસુ ઇલાબેન પ્રહલાદ પટેલ અને પ્રહલાદ મનોર પટેલ અવારનવાર પરિણીતા સાથે ઝઘડો કરતા હતા. તેમજ તેને જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારી માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.આ ઉપરાંત દહેજ પેટે 10 લાખની માંગણી કરી હતી અને દહેજ નહી લાવે તો તારી જરૂર નથી તેવી ધમકી આપી તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરણિતાએ દહેજ અને શારીરિક ત્રાસ આપનારા સાસરિયા વિરુદ્ધ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.