0
0
Read Time:1 Minute, 0 Second
ગતરાત્રી ના અગિયાર વાગ્યા બાદ કોઈપણ સમયે અંકલેશ્વર તરફથી ભરૂચ તરફ આવતી કોઈ ટ્રેન ની અડફેટે આવી જતા એક આધેડ વય ના અજાણ્યા વ્યક્તિ ને માથા માં અને શરીર પર ગંભીર ઇજા પોહચતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજેલ છે. બનાવ ની જાણ અંકલેશ્વર’એ’ડિવિઝન પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પોહચી ગયેલ ત્યાર બાદ પોલીસ દ્વારા મૃતદેહ ને પી.એમ. અર્થે લઈ જવા માટે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો સંપર્ક કરવામાં આવેલ ધર્મેશ સોલંકી અને ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પોહચી મૃતદેહ ને ઝાડીઓ માંથી બહાર કાઢી પી. એમ.અર્થે ગડખોલ પી.એસ.સી.સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ.