અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં વિવિધ ગુના હેઠળ જપ્ત કરાયેલા વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. જેને પગલે ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્ર્રવ વધ્યો છે. ત્યારે પોલીસ વિભાગ હરાજી કરી ભંગાર દુર કરે તે અત્યંત જરૂરી બન્યુ છે.અંકલેશ્વર ખાતે શહેર, જીઆઇડીસી અને રૂરલ પોલીસ મથક આવેલા છે. આ ત્રણેય પોલીસ મથકના કમ્પાઉન્ડમાં વિવિધ ગુનામાં ઝડપાયેલા હજારો વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. આ વાહનો છેલ્લા ઘણા વર્ષોથી ઉનાળુ, ચોમાસું અને શિયાળામાં ભંગાર અવસ્થામાં પડી રહેતા સાવ ભંગાર સ્થિતિમાં આવી ગયા છે.આ વાહનોનો કોર્ટ રાહે ઝડપથી નિકાલ નહી થતા હાલ દિનપ્રતિદિન તેમાં વધારો થઇ રહ્યો છે. વાહનો ભંગાર સ્થિતિ પડ્યા હોવાથી મચ્છર સહીત ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. ત્રણેય પોલીસ મથકો ખાતે જગ્યાના અભાવે જપ્ત કરેલા વાહનો મુકવા ક્યાં તેવા પ્રશ્નો ઉભા થયા છે. આવી સ્થિતિ વચ્ચે સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ આ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વહેલી તકે હરાજી કરી આ વાહનોનો ભંગાર દુર કરે તે અત્યંત જરૂરી છે.
અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકે જપ્ત કરાયેલા વાહનોનો ખડકલો, ગંદકી થતા મચ્છરોનો ઉપદ્ર્રવ વધ્યો
Views: 90
Read Time:1 Minute, 37 Second