ભરૂચ નગરપાલિકા લાઈટ વિભાગના ચેરમેને બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા વોટસએપ પર માંગતા પાલિકા વિપક્ષ રોષે ભરાયું.
ભરૂચ નગરપાલિકા બંધ સ્ટ્રીટ લાઈટની કમ્પ્લેઇનના નિરાકરણ માટે વિપક્ષના નેતા ઇબ્રાહિમ કલકલ પાસે લાઈટ વિભાગના ચેરમેને બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા વોટસએપ પર માંગતા વિવાદ સર્જાયો છે.
ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા ઇબ્રાહિમ કલકલે ગતરોજ વોર્ડ નં. 2 માં બંધ સ્ટ્રીટ લાઈટની કમ્પ્લેઇન માટે લાઈટ વિભાગના ચેરમેનને ફોન કરેલ જેમાં ભરૂચ નગરપાલીકા લાઈટ વિભાગના ચેરમેન પ્રવીણ પટેલે વોટસએપ પર બંધ સ્ટ્રીટ લાઈટના ફોટા માંગતા વિપક્ષ રોષે ભરાયું હતું અને આજરોજ વિપક્ષના નેતાઓ શમશાદઅલી સૈયદની આગેવાનીમાં ઇબ્રાહિમ કલકલ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, લાઈટ વિભાગના ચેરમેનને રજુઆત કરવા પહોંચ્યા હતા.
વિપક્ષના નેતા ઇબ્રાહિમ કલકલે જણાવ્યું હતું કે આ તો વિચિત્ર અને તઘલખી નિર્ણય છે, કેટલી સ્ટ્રીટ લાઈટના ફોટા વોટસએપ પર મોકલું, શુ આ રીતે ચેરમેન કમ્પ્લેઇન સોલ્વ કરશે તેવો આક્ષેપ નગરસેવક ઇબ્રાહિમ કલકલે કર્યો હતો.