સુરત ખાતે પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી…

Views: 82
0 0

Read Time:3 Minute, 52 Second

આજરોજ સુરત ખાતે પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી

પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પ્રમુખશ્રી લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા

બેઠકમાં પત્રકારોની સુરક્ષા અને સમાજને વાસ્તવિકતા બતાવવા પર ભાર મુકાયો

જેમના સિરે સમાજને વાસ્તવિકતા બતાવવાની જવાબદારી છે એવા પત્રકારો ની બેઠક આજ રોજ સુરત ભાવનગર અને ભરૂચ બારડોલીના પત્રકારોની બેઠક સુરતમાં મળી હતી દેશની ચોથી જાગીરી એવા પત્રકારોની સુરક્ષા અને નિષ્પક્ષતા પર ભાર મુકાયો હતો આજની બેઠકમાં જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો નિમાયા હતા જેમને સર્વ એ શુભેચ્છાઓ આપી હતી

સાથે સાથે આ બેઠકમાં આવનારા સમયમાં સંગઠન દ્વારા સંઘને મજબૂત કરી પત્રકારોની સુરક્ષા સાથે સમાજમાં લોકતંત્ર ને ટકાવી રાખવા સંઘના પત્રકારો દ્વારા સતત પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કાત્રોડીયાએ જણાવ્યું હતું કે એક માત્ર પત્રકાર એકતા સંગઠન ગુજરાતના સીમાડા સર કરી ૨૨ જિલ્લા અને તાલુકા સમિતિ સાથે પૂર્ણ થયું છે. કોરોના બાદ બાકીનું કામ પૂર્ણ કરવા ખાતરી આપી હતી. સરકાર સમક્ષ ૧૨ માગણીઓ લેખિતમાં રજૂ કરીછે. દરેક જિલ્લા આવેદન અપાયાછે. અને ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યને આવેદન આપી તેઓના ભલામણ પત્રો પણ લખાવ્યાછે. ગુજરાત એક માત્ર રાજ્ય પત્રકારોની અવગણના કરનારી સરકારછે. ૨૫ વર્ષ પહેલાં જે સુવિધાઓ પત્રકારો માટે નક્કી થઈ હતી અને ચાલુ હતી તે છીનવાઈ રહીછે. મોંઘવારીનો લાભ માત્ર પત્રકારોને નથી મળતો. છતાં ભક્તનું કલંક ગુજરાતના પત્રકારો ઉપરછે. અંતે સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. સમીર બાવાણીની હાજરીને આવકારી સલીમભાઈનાં યોગદાનને યાદ કરી સમીર ને સ્ટેટ આઇ.ટી.સેલની જવાબદારી સોંપવામાં આવી હતી. અને તમામ પત્રકારોને મૌન પાળી સ્વ : સલીમભાઈ બાવાણી ને શ્રધ્ધાંજલી પાઠવી હતી. છેલ્લે પ્રદેશ અધ્યક્ષ દ્વારા તૈયાર કરવામાં આવેલ” સૌરાષ્ટ્ર કિંગ”નાં દિવાળી અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા મહામંત્રી શ્રી સંજય ડાભીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન જિલ્લા પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્નેહ મિલન સાથે ઓળા રોટલા ની ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. દવે દાદાનાં અવસાન બાદ તેમની પુત્રીઓ એ અખબાર અને પ્રેસ સાંભળતા તેઓની ખાસ હાજરી રહી હતી. વહેલી તકે જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોને નિયુક્તિ પત્રો આપવા જિલ્લા પ્રમુખે ખાતરી આપી હતી આ કાર્યક્રમમાં ભરૂચ માંથી નારી પ્રહાર ન્યૂઝ ના તંત્રી સમીમ પટેલ અને એમની ટીમે પણ હાજરી આપી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના બે કર્મચારીઓ ચાલુ ફરજ ઉપર દારૂના નશામાં ઝડપાયા, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસ બોલાવી બંને કર્મચારીઓને પકડાવ્યા, દારૂબંધીના લીરેલીરા ઉડ્યા

Wed Jan 12 , 2022
Spread the love             રાજ્યમાં દારૂબંધીના કાયદાનો કડકાઈથી અમલ થતો હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે. પણ ગુજરાતમાં ઘણી જગ્યા પર ગેરકાયદેસર રીતે દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો ઘણી વખત સ્થાનિક પોલીસ અધિકારીઓની મેળાપીપણામાં જ દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો […]

You May Like

Breaking News

error: Content is protected !!