Read Time:1 Minute, 11 Second
ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી
ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા આજે આર.ટી.ઓ કચેરીમાં આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોના મહામારીમાં ફરવા લાયક સ્થળો બંધ હોવાથી ટ્રાવેલ્સનાં વ્યવસાયને ફટકો પડ્યો છે, બસો બંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોને ટેક્સ ભરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે, સાથે જ ઉભેલી ગાડીઓનાં પણ ટેક્સ સરકાર દ્વારા એડવાન્સમાં લેવામાં આવતા હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે આજે ટ્રાવેલ્સ સંચાલકોએ આર.ટી.ઓ કચેરીએ ભેગા મળી કચેરીમાં બેસી જઇ આર.ટી.ઓ અધિકારીને આવેદનપત્ર પાઠવી 100 ની પાવતી પર વાહનો નોન યુઝ કરવા અને વાહનો આર.ટી.ઓ ઓફિસમાં સરેન્ડર કરવા રજુઆત કરી હતી.