
સોમવારના રોજ નર્મદા નદીમાં એક સાથે 2 મૃતદેહ ડૂબેલી હાલતમાં મળી આવ્યા હતા. અંકલેશ્વર કોવિડ સ્મશાન ગૃહ પાસે અજાણ્યા ઈસમનો મૃતદેહ પાણીમાં તળતી દેખાતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ થતા પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતક ઈસમ કોણ છે તેની ઓળખ કરવા તજવીજ કરતા અંકલેશ્વરની રાજપીપળા રોડ પર આવેલ આવેલ વસંત વિહાર સોસાયટીમાં રહેતા રહેતા અને મેરિડિયન કેમ બોન્ડ કંપનીમાં કામ કરતા ચંદ્રશેખર ગોપાલદત્ત કાપડીના પુત્ર મોહિતનો હોવાનું બહાર આવ્યું હતું.મોહિત ગત 18 નવેમ્બરના રોજ સાંજે ધરે થી ચાલવા નીકળ્યા બાદ ગુમ થયો હતો જેની ફરિયાદ જીઆઇડીસી પોલીસ મથકે નોંધાઈ હતી તેમજ પરિવાર શોધી રહ્યો હતો તે દરમિયાન તેનો મૃતદેહ મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ઘટના અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. તો ભરૂચના કસક ગુરુદ્વારા પાસે નર્મદા નદીના કિનારે પાણીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો. જે અંગે ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો હતો. અને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તેની ઓળખ છતી કરવા પરિજનો શોધખોળ આરંભી હતી.