અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર રાત્રી સફાઈ અભિયાન હાથ ધરાયું છે. પ્રિ દિવાળી સ્વચ્છતા અભિયાન ના બીજા ચરણમાં માર્ગની સફાઈ કરાઈ રહી છે. વિવિધ માર્ગો ઉપરાંત આંતરિક માર્ગ અને ચૌટા બજાર ની માં પણ રાત્રી સફાઈ અભિયાન યોજવામાં આવશે.અંકલેશ્વરના ત્રણ રસ્તા, સ્ટેશન રોડ, પાલિકા વિસ્તાર સહિત શહેરના હાર્દસમા રસ્તાઓની ગત રાત્રી થી રાત્રી -સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું સફાઈ કામદાર સહિતના સુપરવાઇઝર લોકોને સ્વચ્છતા માટે અપીલ કરી હતી. તેમજ પાલિકા પ્રમુખ વિનય વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમને જણાવ્યુ હતું કે જયારે પણ રાત્રીના સમયે દુકાનદારો કે રહેણાંક વિસ્તારમાં લોકો કચરાનો નિકાલ કચરાપેટીમાં જ કરે, જાહેરમાર્ગો પર કચરાનો નિકાલ ન કરે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. સ્વચ્છ ભારત મિશનમાં લોકો પણ સહભાગી થાય તો આપણું ગામ અને શહેર અને દેશને સ્વચ્છ બનાવી શકીશું. આ દરમિયાન સેનીટેશન વિભાગના ચેરમેન વિશાલ ચૌહાણ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ ગણેશ, ભવાની, સેનીટેશન ખાતાના ઇન્સ્પેક્ટર રઘુવીર સિંહ મહિડા, જયેશ સોલંકી હાજર રહ્યા હતા.
દિવાળી પહેલા રસ્તા ટીપટોપ કરવા માટે અંકલેશ્વરના માર્ગો પર સફાઈ અભિયાન…
Views: 64
Read Time:1 Minute, 41 Second