વાગરા તાલુકાના વિલાયત ગામમાં જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મેડિકલ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. જેથી વિલાયત તેમજ આસપાસના ગામના લોકોને તમામ પ્રકારની પ્રાથમિક સારવાર ગામમાં જ મળી રહેશે. આ ઉપરાંત ઇન્ટરફેસ મીટનું પણ આયોજન થયું હતું.લાખો રૂપિયાના ખર્ચે JBF મેડિકલ સેન્ટર ઉભું કરાયુંઆરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સ્કિલ ડેવલોપમેન્ટ માટે હંમેશા અગ્રેસર જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક લોકો માટે ખૂબ મોટું પગલું ભર્યું છે. સ્થાનિક લોકોને સામાન્ય સારવાર માટે પણ ભરૂચ સુધી જવું પડતું હતું. જોકે, હવે આ સમસ્યાનું સમાધાન થઈ ગયું છે. વિલાયત ગામમાં લાખો રૂપિયાના ખર્ચે JBF મેડિકલ સેન્ટર ઉભું કરાયું છે. જ્યાંથી તમામ લોકોને પ્રાથમિક સારવાર મળી રહેશે. જેનો શુભારંભ વિલાયતના સરપંચ રાજુભાઇ, અરગામાના સરપંચ અયુબભાઈ, જ્યુબિલન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના યુનિટ હેડ અતુલ શર્મા, ગામના આગેવાન ચંદ્રકાન્તભાઈ, હસન અલીભાઈ, ઉસમાનભાઈ, મહેશભાઈ, ઇન્દિરાબેન અને ગ્રામજનોની ઉપસ્થિતીમાં થયું હતું. તમામે આ કાર્યને બિરદાવ્યું હતું.નદીના પુલ પર ચેકડેમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરીઆ સાથે જ્યુબિલન્ટ ઇન્ગ્રેવીયાના CSR ડિપાર્ટમેન્ટ દ્વારા ઈન્ટરફેસ મીટ પણ યોજાઈ હતી. જેમાં ગ્રામજનોના મંતવ્ય અને પ્રતિભાવો લીધા હતા. આ ઉપરાંત ભવિષ્યમાં જે કાર્યો કરવાના છે તે અંગે ચર્ચા કરાઈ હતી અને ગામ લોકોની માંગણીને સમજી ભૂખી નદીના પુલ પર ચેકડેમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી.
વાગરાના વિલાયત ગામમાં જ્યુબિલન્ટ ભારતીય ફાઉન્ડેશન દ્વારા મેડિકલ સેન્ટર શરૂ કરાયું…
Views: 87
Read Time:2 Minute, 17 Second