ભરૂચ શહેરની વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂપાણી સરકારે મહાત્મા ગાંધી MG રોડ ઉપર સેન્ટઝેવીયર્સ સ્કૂલથી મહંમદપુરા સર્કલ સુધી પહેલો ટ્રાયએન્ગલ (ત્રિપાંખ્યો) 1530 મીટર લાંબો અને 8.40 મીટર પોહળો ફ્લાયઓવર મંજુર કર્યો હતો. જેનો સર્વે શરૂ થઈ ગયો છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફલાય ઓવરબ્રીજના નિર્માણ માટે ₹41 કરોડની દરખાસ્તને મંજૂરી આપી હતી.રાજ્યના સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આવા કામોને મંજૂરી આપવાનો અભિગમ અપનાવાયો હતો. ભરૂચ નગરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામ માટે ₹41 કરોડ મંજૂર કર્યા હતા. આ ફલાય ઓવર 1530 મીટર લંબાઇ અને 8.40 મીટર પહોળાઇ ધરાવતો હશે. ભરૂચમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.આ બ્રિજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગર પાલિકાના અગત્યના તમામ વિસ્તારોને આવરી લેવાશે. ભવિષ્યમાં નર્મદા નદી ઉપર 9 મેજર બ્રિજ હશે જેમાં જૂનો-નવો સરદાર બ્રિજ, સિલ્વર રેલવે બ્રિજ, નર્મદા મૈયા 4 લેન બ્રિજ, કેબલ બ્રિજ, 8 લેન એક્સ્ટ્રા ડોઝ એક્સપ્રેસ વે બ્રિજ, DFC રેલવે બ્રિજ, બુલેટ ટ્રેન બ્રિજ અને ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ અસ્તિત્વમાં રહેશે.
ભરૂચમાં ₹41 કરોડના ખર્ચે બનનારા ફ્લાયઓવર બ્રિજનો સરવે શરૂ…
Views: 71
Read Time:2 Minute, 12 Second