એમ.એસ.ભરાડા, ઇચા.પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાનાઓની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના સાગબારા પોલીસ સ્ટેશન માં નોંધાયેલ પ્રોહીબિશન ના ગુના હોય છતાં નાસતો ફરતો આરોપી રાહુલભાઇ રતનભાઇ બોરસે રહે.વાડી તા.શીરપુર જી.ધુલીયાનાનો ગુનાના કામે નાસતો ફરતો હોય જે આરોપીને એ.એમ.પટેલ, પો.ઇન્સ. એલ.સી.બી.નાઓને ટેક્નીકલ તેમજ ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળતા એલ.સી.બી. ટીમને સદર આરોપીને અટક કરવા શીરપુર જી.ધુલીયા ખાતે મોકલી આરોપીને ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.પોલીસ અધિક્ષક, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં તમામ પ્રકારના ગુનાઓના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવાની સખત સુચનાના પગલે નર્મદા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને જેલ હવાલે કરવા પ્રયત્નશીલ છે.
પ્રોહિબિશનના ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ઝબ્બે
Views: 89
Read Time:1 Minute, 26 Second