પોલીસ મહાનીરીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામાં બનેલ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર ડિવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર એફ.કે.જોગલ નાઓની સુચના મુજબવિગત:- અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે અંકલેશ્વર ચૌટા બજારમાંથી પાકીટ મારતી તથા સોનાની ચોરી કરનારી ત્રણ મહીલાઓ અંકલેશ્વર જી.આઈ.ડી.સી ડેપો ખાતે બસની રાહ જોઈને ઉભેલી છે જે બાતમી આધારે સાથેના પોલીસ માણસો તથા વુમન પો.કો સાથે અંકલેશ્વર જી.આઈ.ડી.સી બસ ડેપો પાસે આવી ડેપોમાં ઉભેલી બાતમી મુજબની ત્રણ મહીલાઓ ઉભેલી હોય જેને સાથેના માણસો તથા વુ.પો.કો સાથે કોર્ડન કરી તેઓને પકડી વુ.પો.કો મારફતે સઘન પુછપરછ કરતા એક દીવસ અગાઉ ચૌટા બજારમાંથી સોનીની દુકાનમાંથી ચોરી કરેલાની કબુલાત કરતી હોય જેથી તેને કોવીડ ૧૯ નો રીપોર્ટ કરવા સારૂ હસ્તગત કરવામા આવેલ છે અને નીચે મુજબનો ચોરીના ગુનાની કબુલાત કરેલ છે
ધરપકડ કરેલ આરોપીઓ (૧) પુજાબેન અમિતભાઈ તખતસિંહ સીસોદીયા(૨) મનીષાબેન રાકાભાઈ ભારતસિંહ સીસોદીયા બંન્ને રહે. જાટખેડી પોસ્ટ પીપલીયા તા. પચૌર જી.રાજગઢ (એમ.પી)(૩) રીમાબેન ચંદનભાઈ જગજીવનભાઈ સીસોદીયા રહે. કડીયા પોસ્ટ પીપલીયા તા. પચૌર જી. રાજગઢ (એમ.પી) શોધી કાઢેલ ગુનો(૧) અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં ૦૩૩૪/૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
કબ્જે કરેલ મુદ્દામાલ