મુસ્લિમ સમાજનાં આદર્શ અને પ્રેરણારૂપ સૂફી સંત એવાં ખ્વાજા ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર એક અધર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ભરૂચ જીલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાજયપાલને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ વગેરે ધર્મનાં લોકો ખ્વાજા ગરીબ નવાજનાં ધર્મસ્થાનમાં જઇ ધાર્મિક આસ્થાઓ પૂર્ણ કરતાં હોય છે. તેવા મહાન સૂફી સંત વિરુદ્ધ એક સાધુ જેવા અધર્મીએ હઝરત ખ્વાજા ગરીબ નવાજની શાનમાં અભદ્ર વાણી વિલાસ તથા અભદ્ર પ્રકારની ટિપ્પણી કરીને મુસ્લિમ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી છે. આ પ્રકારનું કૃત્ય કરનાર અભદ્ર વાણી-વિલાસ આચરનાર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરનાં પગલાં ભરી એફ.આઇ.આર. દાખલ કરવામાં આવે તેવી સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે. જો અમારી માંગણી નહીં સંતોષાય તો જલદ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ મુસ્લિમ સમાજે ઉચ્ચારી છે.
ભરૂચ : ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર સંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજની માંગણી..
Views: 74
Read Time:1 Minute, 32 Second