બેંક મેનેજરના નામે ખોટી ઓળખ આપી બેંકના ગુપ્ત ઓ.ટી.પી. મેળવી નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ૧૦૦% રૂપીયા રીફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ.
અરજદાર ને “બેંક માંથી મેનેજર બોલુ છુ આપનુ ATM કાર્ડ વેરીફાઇ કરવાનુ છે” તેમ કહી અરજદાર પાસે ATM કાર્ડની ગુપ્ત માહીતી મેળવી નાણાકીય છેતરપીંડી કરેલ જેમા અરજદારના રૂ. ૨૩,૮૧૫/- ઓનલાઇન વોલેટમા ટ્રાંસફર થઇ ગયેલ હતા જે બનાવમા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થઇ તાત્કાલીક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ ના આધારે ભોગ બનનાર અરજદારના ૧૦૦% રકમ તેઓના બેંક એકાઉન્ટોમાં પરત મેળવી આપેલ છે. બેંક મેનેજરના નામે ફોન આવે અને ફોન ઉપર બેંક એકાઉન્ટને લગતી માહીતી આપી દેતા લોકોના છેલ્લા ઘણા સમયથી ચોકાવનારા કીસ્સાઓ ધ્યાન પર આવેલ છે. જેથી આપના મોબાઇલ ઉપર કોઇ પણ પ્રકારના બેંન્કમાંથી માહીતી માટે ફોન અથવા મેસેજ આવે તો આવા ફોન નો જવાબ આપવો નહી જરૂર લાગે રૂબરૂ બેન્કમા જઇ માહીતી મેળવી લેવી. PayTM કંપનીના KYC અપડેટ કરાવા માટે કોઇને પણ ફોન ઉપર કોઇ પણ પ્રકારની માહીતી આપવી નહી. આપના મોબાઇલમા “ Quick support “ અથાવા “ Any desk “ નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરવા જણાવે તો આવી કોઇ પણ એપ ઇન્સ્ટોલ કરવી નહી. આવી એપ્લીકેશનથી આપનો મોબાઇલનો એક્સેસ સામે વાળા વ્યક્તિના કરી શકે છે આવી એપ બેગ્રાઉન્ડમા પણ કામ કરતી હોઇ છે.