ભરૂચની જેપી કોલેજ સામે આવેલી પુષ્પકુંજ સોસાયટી ખાતે રહેતાં અજય સોલંકીના પિતા જીવણ સોલંકીને દેવું હોઇ તે ચુકવવા માટે વર્ષ 2016માં તેમના પરીચિત સુબ્રતો ત્રીલોચન જેના (રહે. ફલશ્રુતિ એપાર્ટમેન્ટ, ભરૂચ) કે જેઓ પાસે ભરૂચ રેલવે સ્ટેશનમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ હતો તેમની સાથે સંપર્ક કર્યો હતો. તેમના પિતાએ તેમની પાસે 3 લાખ રૂપિયાની માંગણી કરતાં તેમણે ઉછીના આપેલાં 3 લાખના અવેજમાં તેમની મિલકતનો એક ભાગ તેની પત્ની નિલીમાના નામો વેચાણ દસ્તાવેજ કર્યો હતો. સુબ્રતોએ તેમને 3 લાખ પૈકી 1.50 લાખ રૂપિયા રોકડા તેમજ 1.50 લાખનો ચેક આપ્યો હતો. જે તેમના પિતાએ બેન્કમાં જમા કરાવતાં ખાતામાં રૂપિયા ન હોવાને કારણે બાઉન્સ થઇ ગયો હતો. દરમિયાનમાં અજયને તેમના પિતા સાથે થયેલી ઠગાઇની જાણ થતાં તેમણે સુબ્રતો જેનનો સંપર્ક કરી તેમણે આપેલાં રૂપિયા પરત ચુકવી આપવાની અને મિલકતના દસ્તાવેજ તેમના નામે કરી આપવાનું જણાવ્યું હતું. વેચાણ દસ્તાવેજ થયા બાદ ગત વર્ષે નવેમ્બર મહિનામાં એયુ સ્મોલ ફાયનાન્સ તફરથી કેટલાંક માણસો આવ્યાં હતાં અને તેમની મિલકત પર 30 લાખની મોર્ગેજ લોન લીધી હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમની સાથે ઠાઇ થઇ હોવાનું માલુમ પડતાં આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉછીના લીધેલાં 3 લાખની સિક્યુરિટી પેટે કરેલાં મિલકતના દસ્તાવેજ પર 32 લાખની લોન લીધી
Views: 49
Read Time:1 Minute, 57 Second