ચાલુ ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં ભરપૂર વરસાદ પડયો છે મોટા ભાગના તમામ ડેમો છલકાય હતા. ગુજરાતનાં મોટા ભાગના ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાય જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આવી જ રીતે નર્મદા ડેમ અને કરજણ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવા આવ્યું હતું એ પાણી નર્મદા નદીના કાંઠે આવેલા ગામો અને ખેતરોમાં મોટા પ્રમાણમાં ઉભા પાકોમાં પાણી ભરાય જતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. નાંદોદના ધારાસભ્યએ મતવિસ્તાના અસરગ્રસ્તો ગામો અને ખેડૂતોને રૂબરૂ મળીને પોતાના હસ્તે સર્વે હાથ ધર્યું હતું. ધારાસભ્યના પત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં થયેલ અતિભારે વરસાદ અને કરજણ ડેમ તથા નર્મદા ડેમમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડતા નર્મદા તેમજ કરજણ નદીના કિનારે આવેલા ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડુતોના ઉભા પાકમાં થયેલ નુકશાનનું તાત્કાલિક વળતર આપવા જણાવવાનું કે તાજેતરમાં નર્મદા ડેમ તેમજ કરજણ ડેમમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડાતા નર્મદા, કરજણ નદીના કાંઠા વિસ્તારમાં આવેલ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર નાંદોદ, અને તિલકવાડા તાલુકાના નીચે જણાવેલ ગામોના ખેડુતોના ખેતરોમાં પાણી ઘુસી જતા કપાસ, કેળા, શેરડી, દિવેલા, બાજરી, જુવાર, તુવેર, પપૈયા જેવા પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકશાન થયું છે. જેથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સદર ગામોના ખેડુતોનું જીવન ખેતી પર જ નિર્ભર છે. બીજી કોઈ આવક કે ધંધો ન હોવાને કારણે તેઓની કફોડી હાલત છે. ખેડુતોને આવી મુશ્કેલીમાંથી ઉગારવા પાક નુકશાની અંગે તાત્કાલિક સર્વે કરાવી ખેડુતોને તાત્કાલિક વળતર ચુકવવાની જોગવાઈ કરાવવી જોઈએ. ખેડતોને ખેતી વિષયક દેવું માફ કરવું જોઈએ. પાક લોન પરનું વ્યાજ પણ માફ કરવું જોઈએ. એવી ખેડુતો અને મારી પણ માંગણી છે. નીચે જણાવેલ નર્મદા જીલ્લાના તાલુકાના ગામડાના ખેડુતોને ખેતીમાં જે નુકશાન થયું છે જેના અંદાજીત આંકડા રજૂ કર્યા છે. નાંદોદ વિઘાસભા ત્રણ તાલુકાની નુકસાની અંદાજીત હેક્ટરો નાંદોદ તાલુકાના 45 ગામોની અંદાજીત હેક્ટર, 2325 જેટલી ગરુડેશ્વર તાલુકામાં 8 ગામ અને અંદાજીત હેક્ટર 299 જેટલી, તિલકવાડા તાલુકાના 18 ગામોમાં અંદાજીત હેક્ટર 501 જેટલી હેક્ટરનું નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાની કુલ ખેડૂતોની 3100 હેક્ટર જેટલું નુકસાન થયું છે તેથી વહેલીમાં વહેલી તકે વળતર આપવામાં આવે તેવી માંગ કરી છે.
રાજપીપળા : નાંદોદનાં ધારાસભ્ય પી.ડી વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી.
Views: 82
Read Time:3 Minute, 27 Second