વડોદરાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ મામલો, pi, psi, સહીત 6 પોલીસકર્મીઓના 10 દિવસના રીમાન્ડ મંજુર
રીતેશ પરમાર
વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ચોરીના કેસમાં શકમંદ આરોપી બાબુ શેખની પૂછપરછ દરમ્યાન પોલીસના અસહ્ય ત્રાસ અને થર્ડડિગ્રી મારથી આરોપી બાબુ શેખનું ફતેહગંજ પોલીસ કસ્ટડીમાંજ મોત નીપજ્યું હતું. આ મામલે નાસતા ફરતા આરોપીઓએ સીઆઇડી ક્રાઇમ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જેથી સીઆઇડી ક્રાઇમ પોલીસ દ્વવારા આરોપીઓને વડોદરા કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ મામલામાં વડોદરાના ફતેહગંજ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના એક ગુનામાં આરોપી બાબુ શેખની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીના ગુનામાં શકમંદ આરોપી તરીકે લાવેલા બાબુ શેખને પૂછપરછ દરમ્યાન અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પોલીસે આરોપી બાબુ શેખને ચોરીની કબૂલાત કરાવવા માટે થર્ડડિગ્રીનો ઇસ્તેમાલ કર્યો હોવાનું સામે આવ્યું હતું. શકમંદ ચોર બાબુ નિશાર શેખને પહેલા દોરડીથી કુર્સી ઉપર બાંધી દેવામા આવ્યો હતો અને ત્યારબાદ અસહ્ય યાતનાઓ આપી ઢોરમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડીને લોહી લુહાણ કરી દીધો હતો જેથી આરોપી બાબુ નિશાર શેખનું પોલીસ કસ્ટડીમાંજ મોત નીપજ્યું હતું.
પોલીસના હાથે આરોપીનું કસ્ટડીમાં ડેથ થઈ જતા કસૂરવાર પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર ગોહિલ અને psi દશરથ રબારી સહીત અન્ય પોલીસકર્મીઓ દ્વારા પોતાના હાથે થયેલા પાપને છુપાવવા મૃતક આરોપી બાબુ શેખની લાશને સગેવગે કરી હતી. જેના પછી તમામ પુરાવાનો નાશ કરી આરોપીના પરિવારજનોને કહ્યું હતું કે આરોપી બાબુ શેખને પોલીસે મુક્ત કરી દીધો છે. ગુનેગાર પોલીસકર્મિયો દ્વારા ખુબજ હોશિયારી થી પોતાના કરેલા ગુનાને ડામવાની કોશિસ કરી હતી પણ કહેવાય છે ને કે, “પાપ છાપરે ચડીને પોકારે છે” આ સમગ્ર ઘટનામાં ખુદ SP ફરીયાદી બન્યા હતા. Pi ધર્મેન્દ્ર ગોહિલ psi દશરથ રબારી સહીતના 6 પોલીસકર્મીઓને ખબર પડતા તાત્કાલિક ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
શકમંદ આરોપીને કસ્ટડીમાંજ અસહ્ય યાતનાઓ અને ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેવાના મામલામાં કસૂરવાર pi ધર્મેન્દ્ર ગોહિલ, psi દશરથ રબારી, સહીત 6 પોલીસકર્મીઓ વિરૃદ્ધ આરોપી બાબુ શેખની હત્યાં મામલે ગત 6 જુલાઈના રોજ ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની તપાસ એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારી ચલાવી રહ્યા હતા.
ઘણા સમય થી નાસતા ફરતા કસ્ટોડિયલ ડેથના આરોપી પોલીસકર્મિયો વડોદરા પોલીસને હાથ ના લાગતા આખરે આ ચકચારી કેસની તપાસ આખરે સીઆઇડી ક્રાઇમને સોપવામાં આવી હતી. પોલીસ કસ્ટીડીમાં આરોપીની હત્યાંના મામલાની તપાસ સીઆઇડી ક્રાઇમને અપાયાના ગણતરીના દિવસોમાંજ તમામ આરોપીઓએ સીઆઇડી ક્રાઇમ પોલીસ સમક્ષ પોતાની શરણાગતિ સ્વીકારી હજાર થઈ ગયા હતા.
ત્યારબાદ તમામ આરોપીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા જે નેગેટિવ આવતા pi, psi, સહીત તમામ 6 પોલીસકર્મીઓને વડોદરા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.સીઆઇડી ક્રાઇમ પોલીસ દ્વારા કસ્ટોડિયલ ડેથના આરોપીઓ સામે રીમાન્ડ મેળવવા 16 જેટલા મુદ્દા રજુ કરી 16 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરી હતી.
વડોદરા અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળી તમામ આરોપીઓના 11 સપ્ટેમ્બર સુધી 10 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. હાલ સીઆઇડી ક્રાઇમ દ્વારા આરોપીઓને રીમાન્ડ ઉપર મેળવી વધુ આગળની તપાસ હાથ ધરી છે.