ભરૂચ બાવા રેહાનમાં રહેતી સારા ફિરોજ વોહરા એ માત્ર સાત વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્ર નો મહિનો છે એને ચરિતાર્થ કરનાર સાત વર્ષ સારા એ એ વાતને સાર્થક કરી બતાવી છે ફિરોજભાઈ અને સબાના બેન ના ૭ […]
Year: 2024
ડેડીયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વીડિયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે […]
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતો સુનિલ રાજારામ સહાની કામ અર્થે વાગરા ખાતે આવેલી સાયખા જીઆઇડીસીમાં ગયો હતો. દરમિયાનમાં જીઆઇડીસીમાં આવેલાં રોડ નંબર 23 પર પાણીની ટાંકી નંબર 2 પાસેના રોડ પર તે એક બાઇક પર સાઇડમાં બેઠો હતો. તે વેળાં કોઇ વાહન ચાલકે પુરઝડપે ધસી આવી તેમને અડફેટે લઇ ગંભીર […]
વાગરા પોલીસે મુલેર ચોકડી પાસેથી એક ટ્રેલરને રોકી તલાશી લેતાં તેમાંથી ટીમને સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે ટીમે ટ્રેલરના ચાલકનું નામ નાનેશ્વર છગન પાટીલ (રહે. રેશમી વિહાર, નારોલ, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની સાથેના ક્લિતરનું નામ વંશ ઉર્ફે રીક્કી જીવણકુમાર દેવરાજ (રહે. પઠાણકોટ, પંજાબ) હોવાનું માલુમ […]
દહેજ ખાતે જૂદી જૂદી કંપનીઓમાંથી નિકળતાં વેસ્ટ પાણીની લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી હતી.ત્યારે ગત વર્ષે એમ્બીઓ કંપની પાસે આવેલી પમ્પિંગ સ્ટેશન પાસે 5 લાખની મત્તાના 564 મીટર પાઇપ કોઇ ભંગાર ચોર ટોળકી ચોરી કરી ગઇ હતી. જેના પગલે ગત વર્ષે 28મી જાન્યુઆરીએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. દરમિયાનમાં […]
અંકલેશ્વર ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યાં છે. એકસપ્રેસ હાઇવે, ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેકટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માગ સાથે 3 વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહયું છે. સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યાં ગયાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડાણ થયાં છે. […]
ભરૂચ જિલ્લાની સરકારી ઈજનેર કોલેજ ખાતે સમગ્ર ગુજરાતનું ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 28 કોલેજના 1800 જેટલાં વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને 28 જેટલા ઇવેન્ટ્સ યોજવામાં આવ્યા હતા. જેમાં 950 વિધાર્થીઓની ટીમ બનાવવામાં આવી હતી. ભરૂચની સરકારી ઈજનેર કોલેજના 6 ડિપાર્ટમેન્ટ છે જેમાં વિધાર્થીઓએ પોતાની સૂઝબુઝ અને આવડતથી પોતાના […]
ભરૂચના હિંગલોટ ગામ ખાતે મતદાન લોક જાગૃતિ અંગે ઉપસ્થિત આશાવર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદાતાઓને મતદાનની મહત્તમ માહિતી પુરી પાડવામાં આવી હતી.લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આજ રોજ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગામના આશા વર્કર, […]
ભરૂચ જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ તેમજ પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દરમિયાન ભરૂચ LCB ની ટીમે ત્રણ અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે.ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી […]
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના વતની જયંતીભાઈ ડાહ્યાભાઈ આહીર વર્ષ 1999 માં ભારતીય સેનામાં BSF (સીમા સુરક્ષા દળ)માં જોડાયા હતા ૨૫ વર્ષના તેમના કાર્યકાળમાં તેમણે દેશની તમામ સરહદો જેવી કે પાકિસ્તાન,બાંગ્લાદેશ અને મયાનમાર સરહદ પર ફરજ બડવી ચુક્યા છે.વર્ષો સુધી દેશની સુરક્ષા કાજે પરિવાર થી હજારો કિલોમીટર દૂર તૈનાત રહેનાર જયંતિ […]